મહારાષ્ટ્રમાં એક એકિસડન્ટના કેસમાં એરબેગ્સના ખુલતા ગ્રાહક કેસ કરતા કાર કંપનીની તરફેણમાં ચુકાદો
જો સીટ બેલ્ટ નથી પહેર્યો તો અકસ્માતમાં વળતર ન મળી શકે
તાજેતરમાં ગ્રાહક પંચના એક ચુકાદામાં એવું જોવા મળ્યું છે કે સીટ બેલ્ટ ન પહેરવાના કારણે એક્સિડન્ટ વખતે એર બેગ્સ ન ખુલી. તેના કારણે કાર કંપની તરફથી કોઈ વળતર પણ નહીં મળી શકે. કાર એક્સિડન્ટના એક કેસમાં એર બેગ ન ખુલવાના કારણે એક વ્યક્તિએ કાર કંપની સામે કેસ કર્યો હતો. મહારાષ્ટ્ર રાજ્ય ગ્રાહક પંચે આ કેસમાં એક લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કાર કંપનીને આદેશ આપ્યો હતો.
પરંતુ નેશનલ ગ્રાહક ફરિયાદ નિવારણ પંચે કાર કંપનીની ફેવરમાં ચુકાદો આપીને કહ્યું કે ગ્રાહકે સીટ બેલ્ટ જ પહેર્યો ન હતો. તેથી કાર એક્સિડન્ટ વખતે એર બેગ ખુલી ન હતી. તેથી વાંક ગ્રાહકનો છે અને તેને વળતર ચૂકવી ન શકાય.
ગ્રાહકે દલીલ કરી હતી કે, એર બેગ્સ એક્ટિવેટ થવા માટે સીટ બેલ્ટ બાંધવા જરૂરી નથી. આ દલીલની રાષ્ટ્રીય ગ્રાહક પંચે નોંધ લીધી હતી, પરંતુ એવું પણ કહ્યું હતું કે આ વાતના કોઈ પૂરાવા નથી. મેન્યુફેક્ચરિંગ ખામીના કારણે એર બેગ્સ ખુલી ન હતી તેવી દલીલને પણ રાષ્ટ્રીય પંચે રિજેક્ટ કરી હતી.
ભારતમાં કારમાં આગળની સાઈડમાં બેસેલા લોકો માટે તો સીટ બેલ્ટ બાંધવું ફરજિયાત છે જ. પરંતુ ઘણા લોકો તેની ઉપેક્ષા કરે છે. કાયદો અને સેફ્ટીના એક્સપર્ટ તો એમ કહે છે કે પાછળની સીટ પર પણ સીટ બેલ્ટ બાંધવા જોઈએ.



