બ્રેકીંગ ન્યુઝ

બાહુબલી મુખ્તાર અંસારીના મૃત્યુને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્તાર અંસારીનો વિસેરા ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ સામે આવ્યો છે

બાહુબલી મુખ્તાર અંસારીના મૃત્યુને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્તાર અંસારીનો વિસેરા ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં મુખ્તાર અંસારી શરીરમાં કોઈ ઝેર મળી આવ્યું નથી.

બાહુબલી મુખ્તાર અંસારીના મૃત્યુને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્તાર અંસારીનો વિસેરા ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં મુખ્તાર અંસારી શરીરમાં કોઈ ઝેર મળી આવ્યું નથી. વિસેરા રિપોર્ટ હાલ ન્યાયિક ટીમને સોંપવામાં આવ્યો છે. હવે તપાસ ટીમ સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરીને ઉચ્ચ અધિકારીઓને સુપરત કરશે. મુખ્તાર અંસારીના પરિવારજનોએ જેલમાં તેમને ઝેર આપ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો,  ત્યારબાદ આ મામલે વહીવટી અને ન્યાયિક તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ પહેલા મુખ્તાર અંસારીનો જે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં પણ હાર્ટ એટેકના કારણે મૃત્યુની પુષ્ટિ થઈ હતી, છતાં જેલમાં ઝેર આપ્યું હોવાના પરિવારજનોના આરોપોના કારણે વિસેરા ટેસ્ટ માટે લખનઉ મોકલવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીની તબિયત 28 માર્ચના રોજ ખરાબ થઈ ગઈ હતી. આ પછી તેઓને બાંદા મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ પરિવારજનોએ મુખ્તાર અંસારીને જેલમાં ઝેર આપ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ પછી 29 માર્ચે મુખ્તાર અંસારીને મૃતદેહને મોડી રાત્રે ગાઝીપુર લઈ જવામાં આવ્યો, જ્યાં 30 માર્ચની સવારે કાલીબાગ કબ્રસ્તાનમાં તેને સુપુર્દ એ ખાખ કરાયો હતો. મુખ્તાર અંસારી વિરુદ્ધ 60થી વધુ કેસ નોંધાયેલા હતા. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, છેતરપિંડી, ગુંડા એક્ટ, આર્મ્સ એક્ટ, ગેંગસ્ટર એક્ટ, CLA એક્ટ અને NSAનો સમાવેશ થાય છે. જેમાંથી 8 કેસમાં સજા થઈ ચૂકી હતી.

કોઈના મૃત્યુ પછી જો પોલીસ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવે છે, તો આ દરમિયાન મૃતકના શરીરમાંથી આંતરડા, હૃદય, કિડની, લીવર વગેરેના સેમ્પલ લેવામાં આવે છે, જેને વિસેરા કહેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થાય છે. જો પોલીસ કે પરિવારને તેમના મૃત્યુ પાછળ કોઈ પ્રકારની શંકા હોય તો આવા કિસ્સાઓમાં મૃત્યુનું કારણ જાણવા માટે વિસેરાની તપાસ કરવામાં આવે છે. વિસેરાની તપાસ કેમિકલ એક્ઝામિનર દ્વારા કરવામાં આવે છે. વિસેરાની તપાસ કરીને તેઓ એ જાણવાનો પ્રયાસ કરે છે કે મૃત્યુ કેવી રીતે થયું અને મૃત્યુનું કારણ શું હતું? વિસેરા રિપોર્ટ કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button