જાણવા જેવું

ગુજરાતમાં વરસાદનું ખતરો? પરેશ ગોસ્વામીએ તારીખો સાથે કરી આગાહી ,

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે. 23 તારીખથી ગુજરાતમાં તાપમાન ઊંચું જવાની સંભાવના સાથે હીટવેવનો એક રાઉન્ડ આવવાની પરેશ ગોસ્વામી આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કાળઝાળ ગરમી પડવાની આગાહી કરી છે. 23 તારીખથી ગુજરાતમાં તાપમાન ઊંચું જવાની સંભાવના સાથે હીટવેવનો એક રાઉન્ડ આવવાની પરેશ ગોસ્વામી આગાહી કરી છે. આ સાથે તેમણે એપ્રિલ મહિનામાં હળવા માવઠા થવાની પણ આગાહી જાહેર કરી છે. એપ્રિલ પછી મે મહિનામાં પણ પરેશ ગોસ્વામીએ આકરી ગરમીનું અનુમાન જાહેર કર્યું છે.

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આજથી એક ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન ઊંચું આવે તેવી શક્યતા છે. આ પછીના દિવસે પણ તાપમાનમાં વધારો થવાની આગાહી પરેશ ગોસ્વામી એ કરી છે. ફરી એકવાર ગુજરાતમાં 25 એપ્રિલથી તાપમાન 40 ડિગ્રીને પાર જવાની સંભાવના છે. 25 થી 27 તારીખના સમય ગાળામાં આકરી ગરમીનો અહેસાસ થવાની સંભાવનાઓ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી વ્યક્ત કરી છે.

25થી 27 એપ્રિલ દરમિયાન ઘણાં વિસ્તારોમાં તાપમાનનો પારો 41 થી 43 ડિગ્રી સુધી જવાની શક્યતા છે. આ દરમિયાન કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ થવાની પણ આગાહી કરાઈ છે. જેમાં વરસાદ કે ઝાપટાં થાય તેની શક્યતાઓ ઓછી જણાય રહી છે.પરેશ ગોસ્વામીએ 26થી 30 એપ્રિલના સમય ગાળામાં એકલ-દોકલ વિસ્તારો પર ઘાટાં વાદળો હોય અને ક્યાંક છૂટાછવાયા ઝાપટાં પડે તેવું જણાવ્યું છે. બાકી મોટા માવઠા કે ઝાપટાની શક્યતાઓ નથી.

અગાઉ એપ્રિલના અંતમાં માવઠાની સંભાવનાઓ હતી પરંતુ તે ટળી ગઈ છે કારણ કે જે ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હતું તે વધુ ઉત્તર તરફ ખસ્યું હોવાથી સ્થિતિ બદલાતા માવઠાની શક્યતા રહી નથી.

રેશ ગોસ્વામીએ ઝાપટાંની શક્યતા વ્યક્ત કરીને રાહતની પણ વાત કરી છે, પરેશ ગોસ્વામી જણાવે છે કે, ઝૂટાછવાયા વિસ્તારોમાં 26થી 30 તારીખ દરમિયાન ઝાપટાં થવાની શક્યતા છે પરંતુ ખેડૂતોને નુકસાન થાય તેવા વરસાદી મોટા ઝાપટા નહીં હોય. એપ્રિલ પછી મે મહિનામાં પણ આકરી ગરમી પડવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button