બ્રેકીંગ ન્યુઝ

જે.પી.નડ્ડા-અમિત માલવીયા સામે આચારસંહિતા ભંગની ફરીયાદ ,

કોંગ્રેસે OBC, SC, STને અન્યાય કર્યો ભાજપના વીડીયો સામે પંચમાં ફરિયાદ

દેશભરમાં ચૂંટણીનો માહોલ છે. તમામ રાજકીય પક્ષો જીતવા માટે જોર લગાવી રહ્યું છે. હવે કોંગ્રેસે ભાજપના નેતાઓ વિરુદ્ધ મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે. તેઓએ આક્ષેપ કર્યો છે કે, ભાજપે તેના સોશિયલ મીડિયા પર કથિત રીતે અનુસૂચિત જાતિ અને જનજાતિના સભ્યોને કોઈ ચોક્કસ ઉમેદવારને મત ન આપવાની ધમકી આપતો એક કથિત વીડિયો પોસ્ટ કર્યો છે.

કોંગ્રેસ પાર્ટીએ આ ફરિયાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, ભાજપના સોશિયલ મીડિયા ઈન-ચાર્જ અમિત માલવિયા, કર્ણાટક બીજેપી અધ્યક્ષ બી.વાય. વિજયેન્દ્ર વિરુદ્ધ નોંધાવી છે.

કોંગ્રેસના મીડિયા પ્રભારી રમેશ બાબુએ મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી. તેણે કહ્યું, ‘હું તમારું ધ્યાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલા એક વીડિયો તરફ દોરવા માંગુ છું જે આઈટી સેલના વડા અમિત માલવિયા દ્વારા કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, ‘આ વીડિયોનો હેતુ લોકોમાં દુશ્મનાવટની લાગણી વધારવાનો અને SC, ST સમુદાયને કોંગ્રેસ વિરુદ્ધ નફરત ફેલાવવાનો છે. આ વિડિયો આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને એક વિશેષ ધર્મનું સમર્થન કરતા અને OBC, SC, ST સમુદાયને અન્યાય કરતા બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટક બીજેપીની ઓફિશિયલ એક્સ ચેનલ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ એક ઇલસ્ટ્રેશન વીડિયો છે, જેમાં રાહુલ ગાંધી અને સિદ્ધારમૈયા એનિમેટેડ કેરેક્ટર તરીકે બતાવવામાં આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પક્ષીના માળામાં એસસી, એસટી અને ઓબીસી નામના ઈંડા રાખવામાં આવ્યા છે.

પણ રાહુલ ગાંધી એમાં મુસ્લિમ નામનું ઈંડું નાખે છે. જ્યારે મુસ્લિમ નામનું બચ્ચું ઈંડામાંથી બહાર આવે છે ત્યારે તે અન્ય ત્રણ બચ્ચાઓ કરતાં ઘણું મોટું દેખાય છે. જે પછી તે એકલા જ તમામ ભંડોળ ખાય છે અને બાકીના બચ્ચાઓને માળાની બહાર ફેંકી દે છે. આ રીતે ભાજપ દ્વારા વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button