ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન, મુર્શિદાબાદમાં કોંગ્રેસ નેતાના ઘર પર ફેંકવામાં આવ્યો બોમ્બ ,
આ વખતે લોકસભા ચૂંટણી 2024 સાત તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કા માટે 19મી એપ્રિલે અને બીજા તબક્કા માટે 26મી એપ્રિલે મતદાન થયું હતું અને આજે ત્રીજા તબક્કામાં 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થશે.
PM મોદીએ કર્યું મતદાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં નિશાન સ્કૂલના મતદાન કેન્દ્રમાં કર્યું મતદાન ,

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્યું મતદાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ અમિત શાહે તેમના પરિવારના સભ્યો સાથે ગાંધીનગરના મતદાન મથક પર મતદાન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર છે તો કોંગ્રેસે ગાંધીનગરથી પાર્ટી સેક્રેટરી સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન
જામનગરના ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પંડિત દીનદયાળ વિદ્યા ભવન ખાતે મતદાન કર્યું. જામનગર લોકસભા બેઠક પરથી કોંગ્રેસે જેપી મારવિયાને અને ભાજપે પૂનમબેન માડમને મેદાનમાં ઉતાર્યા છે.

મુર્શિદાબાદમાં કોંગ્રેસ નેતાના ઘર પર બોમ્બ ફેંકવામાં આવ્યો
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં મતદાન દરમિયાન કોંગ્રેસ નેતાના ઘર પર ક્રૂડ બોમ્બ ફેંકવામાં આવ્યો. મેકૈલ હુસૈન ધરમપુર પ્રદેશમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે અને આરોપ છે કે મતદાનના દિવસે વહેલી સવારે તેમના ઘરને નિશાન બનાવી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.

મનસુખ માંડવિયાએ કર્યું મતદાન
કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને પોરબંદરના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ પોરબંદરમાં હનોલ પ્રાથમિક શાળા મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો.

રિતેશ દેશમુખે કર્યું મતદાન
અભિનેતા રિતેશ દેશમુખ અને તેની પત્ની જેનેલિયા દેશમુખે લાતુરના એક મતદાન મથક પર મતદાન કર્યું. જેનેલિયા દેશમુખે આ અવસર પર કહ્યું કે “આ એક મહત્વપૂર્ણ દિવસ છે અને મને લાગે છે કે દરેક વ્યક્તિએ મત આપવો જોઈએ.

રાજકોટના જસદણમાં કુંવરજી બાવળિયાએ કર્યું મતદાન
કુંવરજી બાવળિયાએ વીંછીયાની કન્યાશાળાના મતદાન કેન્દ્રમાં પરિવાર સાથે મતદાન કર્યું. સાથે જ કુંવરજી બાવળિયાએ દાવો કર્યો હતો કે ‘પરષોત્તમ રૂપાલાની જીત નિશ્ચિત છે.’

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે માતા પિતાના આશીર્વાદ લઇ મતદાન કર્યું.ગેનીબેન ઠાકોર મતદાન કરતી વખતે ભાવુક થયા સાથે જ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી

આનંદીબેન પટેલે મતદાન કર્યું
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે શીલજની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું




