હાલ દેશમાં ત્રીજા ચરણની લોકસભા ચૂંટણી ચાલી રહી છે ત્યારે જમ્મુ-કાશ્મીરના ફુલગામમાં ગઈકાલે રાત્રિથી આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં ત્રણ આતંકીઓ ઠાર થયા છે
ગઈકાલે રાતથી ફુલગામમાં સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધેલા: ઘેરો તોડવા સુરક્ષા દળો પર ફાયરીંગ કરનાર આતંકીઓ પર જવાબી કાર્યવાહીમાં લશ્કરના આતંકી સહિત ત્રણ આતંકી ઠાર: ઓપરેશન યથાવત
હાલ દેશમાં ત્રીજા ચરણની લોકસભા ચૂંટણી ચાલી રહી છે ત્યારે જમ્મુ-કાશ્મીરના ફુલગામમાં ગઈકાલે રાત્રિથી આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં અત્યાર સુધીમાં ત્રણ આતંકીઓ ઠાર થયા છે. આ અંગેની વિગત મુજબ દક્ષિણ કાશ્મીરના ફુલગામ જિલ્લામાં રેડવાની પાઈન વિસ્તારમાં ગઈરાતથી આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભારે ગોળીબારી ચાલી રહી છે. આ અથડામણમાં અત્યાર સુધીમાં ત્રણ આતંકીઓ માર્યા ગયાના ખબર છે. વિસ્તારમાં ફસાયેલા બે આતંકીઓમાં મુખ્ય લશ્કરનો કમાન્ડર પણ સામેલ છે.
ગઈકાલે રાત્રે સાડા 10 વાગ્યાની આસપાસ જયારે સુરક્ષશ દળોએ ગામની ઘેરબંધી કરીને આગળ વધવાનો પ્રયાસ કર્યો તો એક જગ્યાએ છુપાયેલા આતંકીઓને ખબર પડી ગઈ હતી. તેમણે પોતાનું સ્થળ છોડી ભાગવાનો પ્રયાસ કર્યો તો તેમણે જવાનોની ઘેરાબંધી તોડવા માટે તેમના પર પહેલા રાયફલ ગ્રેનેડ છોડયા હતા અને ત્યારબાદ ઓટોમેટિક હથિયારોથી ફાયરીંગ કર્યું હતું. 7 સુરક્ષાદળોએ પોતાના બચાવ માટે જવાબી ફાયરીંગ કર્યું હતું અને તે સાથે જ અથડામણ શરૂ થઈ ગઈ હતી.
સંબંધીત અધિકારીઓએ જણાવ્યું હતું કે અથડામણના સ્થળે મકાનોમાં રહેતા અનેક લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા જેથી નાગરિકોને કોઈ પ્રકારની હાની ન થાય અથડામણના સ્થળને ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યું છે. આતંકીઓને ભાગવાના બધા રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા.



