જાણવા જેવું

નાણાકિય વર્ષ 2024ના અંતે સીસ્ટમમાં રોકડનું પ્રમાણ રૂા.1.40 લાખ કરોડ વધ્યુ જે 2023ના વર્ષમાં રૂા.2.40 લાખ કરોડ હતું ,

પીઆઈ-ડેબીટ-ક્રેડીટ કાર્ડના ઉપયોગમાં વધારો ઉપરાંત રૂા.2000ની નોટો ગત વર્ષે પાછી ખેચાતા અસર ,

2016માં નોટબંધી અને રૂા.500-1000ની ચલણી નોટો પાછી ખેંચીને મોદી સરકારે રોકડ-નાણાના ચલણને આંચકો આપવા પ્રયાસ કરીને એક તરફ કાળા નાણાનો ઉપયોગ ઘટાડવા ઉપરાંત લોકો ડીજીટલ વ્યવહારો ભણી વળીને બેન્કીંગ સહિતની સીસ્ટમ મારફત નાણાકીય વ્યવહારો વધે તે માટેના કરેલા પ્રયાસો હવે 8 વર્ષે રંગ લાવી રહ્યા છે. નોટબંધી બાદ પ્રથમ વખત સીસ્ટમમાં કરન્સી સકર્યુલેશન એટલે કે રોકડ વ્યવહારનો વૃદ્ધિ દર સૌથી ઓછો રહ્યો છે તો તેની સામે યુપીઆઈ-ડેબીટ-ક્રેડીટ કાર્ડથી થતા વ્યવહારોમાં વધારો થયો છે. નોટબંધી બાદ મોદી સરકારે રૂા.2000ની ચલણી નોટો નવા ચલણ તરીકે દાખલા કરી તેને બાદમાં રૂા.500ની નવી નોટો પણ દાખલ કરી અને રૂા.200ની નોટોનું ચલણ પણ દાખલ કર્યુ પછી ફરી એક વખત સીસ્ટમમાં રોકડનું પ્રમાણ સતત વધતુ જતુ રહ્યું હતું અને માર્ચ 2023ના રૂા.33.78 લાખ કરોડ પહોચી ગયું હતું.

જે નોટબંધી સમય પુર્વેથી લગભગ ડબલ થયુ હતું પણ હવે તેની વૃદ્ધિ દરને બ્રેક લાગી છે. 2017 પછી પ્રથમ વખત નાણાકીય 2024 (માર્ચ 2024)ના અંતે કરન્સી સર્કયુલેશન વૃદ્ધિદર સૌથી નીચો 1.4 લાખ કરોડ નોંધાયો છે જે 2023ના રૂા.2.4 લાખ કરોડથી ઓછો છે. આમ લોકો હવે રોકડના બદલે ડીજીટલ મનીનો ઉપયોગ વધારવા લાગ્યા છે.

બેન્કીંગ ક્ષેત્રના નિષ્ણાંતો આ માટે ગત વર્ષે કેન્દ્ર સરકારે રૂા.2000ની જે ચલણી નોટ સકર્યુલેશનમાંથી પાછી ખેંચી તેને પણ એક મહત્વનું કારણ ગણે છે તો બીજી તરફ ક્રેડીટ-ડેબીટ કાર્ડ અને યુપીઆઈ પેમેન્ટ ધીમી પણ મકકમ ગતિએ વધી રહ્યા છે. લોકો હવે ડીજીટલ પેમેન્ટના પ્લેટફોર્મ ભણી વધવા લાગ્યા છે. મોટા વ્યવહારો માટે નેશનલ ઈલેકટ્રોનિકસ ફંડ ટ્રાન્સફરનો ઉપયોગ વધી રહ્યો છે.

આ વર્ષે એપ્રિલમાં યુપીઆઈ મારફત રૂા.19.6 લાખ કરોડના વ્યવહારો નોંધાયા છે જે ગત વર્ષે આ જ સમયગાળા કરતા 40% વધુ છે. એપ્રિલ 2023માં તે રૂા.14.1 લાખ કરોડ હતા તો ગીફટ સીસ્ટમ જે આરબીઆઈ મારફત રજીસ્ટર થયેલી છે તેના વ્યવહારોમાં વ્યવહારોની દ્રષ્ટિએ 700% અને તેના મુલ્યની દ્રષ્ટિએ 670%નો વધારો થયો છે.

તા.29 ફેબ્રુઆરીના નીફટના વ્યવહારો એક જ દિવસમાં 410 લાખ નોંધાયા છે જે એક જ દિવસનો સૌથી મોટો રેકોર્ડ છે. જો કે આ વર્ષે લોકસભા ચુંટણી પુર્વે જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચમાં રોકડ વ્યવહારો વધવા લાગ્યા હતા પણ એપ્રિલમાં તે ઘટયા. એપ્રિલ માસમાં કરન્સી સકર્યુલેશન રૂા.50800 કરોડ વધ્યુ.

જે તેના અગાઉના માર્ચ માસમાં રૂા.59400 કરોડ વધ્યુ હતું અને એક વર્ષ અગાઉ તે રૂા.76800 કરોડ વધારે નોંધાયું હતું જેની સામે યુપીઆઈના વ્યવહારો 2023ના અંતે 199.9 લાખ કરોડ અને ક્રેડીટ ડેબીટ કાર્ડના વ્યવહારો રૂા.24.2 લાખ કરોડ નોંધાયા હતા

News Click 24

Poll not found

Related Articles

Back to top button