બ્રેકીંગ ન્યુઝ
વડોદરામાં BJP કાર્યકરે જ ભાજપના મહિલા કોર્પોરેટરની કરી છેડતી , પોલિંગ બુથની બહાર મહિલા કોર્પોરેટરની છેડતી ,
ડોદરામાં મતદાનના દિવસે જ પોલિંગ બુથની બહાર ભાજપના મહિલા નેતા સાથે છેડતીની ઘટના સામે આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે છેડતી કરનાર યુવક બીજું કોઈ નહીં પરંતુ ભાજપનો જ કાર્યકર હોવાનું સામે આવ્યું છે
વડોદરામાં મતદાનના દિવસે જ પોલિંગ બુથની બહાર ભાજપના મહિલા નેતા સાથે છેડતીની ઘટના સામે આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે છેડતી કરનાર યુવક બીજું કોઈ નહીં પરંતુ ભાજપનો જ કાર્યકર હોવાનું સામે આવ્યું છે. આ મામલે મહિલા નેતાએ પોલીસમાં અરજી કરી છે અને પાર્ટીમાં પણ ફરિયાદ કરી છે. ગુજરાતભરમાં 7મી મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. વડોદરામાં શહેરમાં પણ શાંતિમય માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જોકે આ દરમિયાન કમલાનગર બૂથ પર ભાજપના મહિલા નેતા અને ભાજપના કાર્યકર વચ્ચે ચકમચ ઝરી હોવાનું સામે આવ્યું છે. વડોદરા શહેરમાં ભાજપના મહિલા કોર્પોરેટર મતદાન પ્રક્રિયા દરમિયાન મતદાન મથકે ગયા હતા અને બુથ એજન્ટ સાથે વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન હિરેન બ્રહ્મભટ્ટ ત્યાં આવ્યો હતો અને ગમે તેમ બોલવા લાગ્યો હતો.
Poll not found



