80 હજાર રૂપિયામાં મળશે 170 કિમીની રેન્જ, નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતીય બજારમાં થયું લોન્ચ ,
iVoomiએ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ઇન્ડિયન માર્કેટમાં લૉન્ચ કર્યું છે. આ સ્કૂટર એક વખત ચાર્જિંગમાં 170 કિલોમીટરની રેન્જ આપે છે અને તે બજેટ ફ્રેન્ડલી સ્કૂટર પણ છે

iVoomiએ ઇન્ડિયન માર્કેટમાં નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લૉન્ચ કર્યું છે. iVoomiનું JeetX ZE ઇન્ડિયન માર્કેટમાં ત્રણ બેટરી પેક સાઈઝમાં લન્ચ થયું છે. કંપનીએ દાવો કર્યો છે કે, ઇલેક્ટ્રિક સ્કૂટર એક વખતના ચાર્જિંગમાં 170 કિલોમીટરની રેન્જ આપશે. iVoomi JeetXનું બુકિંગ 10મી મેથી શરૂ થઈ રહ્યું છે. કંપનીએ હજુ સુધી આ સ્કૂટરની ડિલિવરી તારીખ વિશે કોઈ જાણકારી આપી નથી. જોકે આ સ્કૂટરના લોન્ચ સાથે જ લોકો માટે બજેટ ફ્રેન્ડલી ઈ સ્કૂટરનો બીજો વિકલ્પ બજારમાં .
iVoomiનું કહેવું છે કે આ નવું સ્કૂટર બનાવવામાં 18 મહિનાનો સમય લાગ્યો છે અને એક લાખ કિલોમીટરથી વધુનું ચલાવીને આ સ્કૂટરનું ટેસ્ટ કરવામાં આવ્યું છે. અગાઉ, કંપનીએ ભારતીય બજારમાં JeetX લોન્ચ કર્યું હતું, જે હજુ પણ બજારમાં વેચાઈ રહ્યું છે. JeetX ત્રણ વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારથી આ સ્કૂટરે લગભગ 10 મિલિયન કિલોમીટરનું અંતર કાપ્યું છે.
iVoomi JeetX ZE આઠ કલર વેરિઅન્ટ સાથે બજારમાં આવ્યું છે. જે નાર્ડો ગ્રે, ઈમ્પિરિયલ રેડ, અર્બન ગ્રીન, પર્લ રોઝ, પ્રીમિયમ ગોલ્ડ, સેરુલિયન બ્લુ, મોર્નિંગ સિલ્વર અને શેડો બ્રાઉનમાં ઉપલબ્દ હશે. આ સ્કૂટર 1,350 mmના વ્હીલ બેઝ સાથે આવે છે. આ ઈ સ્કૂટરની લંબાઈ 760 mm અને સીટની ઊંચાઈ 770 mm છે, જેથી દરેક વ્યક્તિ આ સ્કૂટરને સરળતાથી ચલાવી શકે. આ સ્કૂટરમાં ફૂટ સ્પેસ અને બૂટ સ્પેસ બંને વધુ આપવામાં આવી છે.
iVoomiનું ઇલેક્ટ્રિક સ્કૂટર એવી એપ્લિકેશન સાથે આવી રહ્યું છે જેને બ્લૂટૂથ ડિવાઇસ સાથે કનેક્ટ કરી શકાય છે. આના દ્વારા ડિસ્ટન્સ ટુ ઈમ્પ્ટી, ટર્ન બાય ટર્ન નેવિગેશન સિસ્ટમ, કોલ અને એસએમએસ એલર્ટ પણ સ્ક્રીન પર જોઈ શકાશે. આ સિવાય Jio ફેસિંગ ઓફર પણ આપવામાં આવી રહી છે.
iVoomi JeetX ZE ઇલેક્ટ્રિક સ્કૂટર ત્રણ બેટરી પેક સાઈઝ સાથે બજારમાં આવી ગયું છે. તેમાં 2.1 kWh, 2.5 kWh અને 3 kWhના ત્રણ બેટરી પેક વિકલ્પો છે. તેમાં લગાવવામાં આવેલ ઇલેક્ટ્રિક મોટર મહત્તમ 9.38 bhp પાવર પ્રદાન કરે છે. આ સ્કૂટરનું બેટરી પેક મોટર કરતાં લગભગ 20 ટકા હલકું છે. કંપનીએ તેના ઉત્પાદનમાં કૂલિંગ સિસ્ટમમાં સુધારો કર્યો છે, જેનાથી આ સ્કૂટર 2.4 ગણું વધુ અસરકારક બન્યું છે.
કિંમત
iVoomi JeetX ZE એ બજેટ ફ્રેંડલી ઇલેક્ટ્રિક સ્કૂટર છે. આ સ્કૂટરની એક્સ શોરૂમ કિંમત 79,999 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્કૂટર 80 હજાર રૂપિયાની રેન્જમાં એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ સ્કૂટર સિંગલ ચાર્જિંગમાં 170 કિલોમીટરની રેન્જ આપવામાં સક્ષમ છે.