બ્રેકીંગ ન્યુઝમહારાષ્ટ્ર

કોરોનાના ઓમિક્રોન સબવેરિયન્ટ KP.2 ને કારણે મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસમાં વધારો ,

કોવિડના KP.2 સબવેરિયન્ટે મહારાષ્ટ્રમાં JN.1 વેરિઅન્ટને પાછળ છોડી દીધું છે. જેના કારણે ઘણા દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. અહેવાલો અનુસાર KP.2 સબવેરિયન્ટના 51 કેસ પુણેમાં અને 20 કેસ થાણેમાં નોંધાયા છે

કોરોના વાયરલને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વિશ્વના ઘણા દેશોમાં કોરોનાના ઓમિક્રોન સબવેરિયન્ટ KP.2 ના કેસો ઝડપથી સામે આવી રહ્યા છે. જો આપણે ભારતની વાત કરીએ તો સબવેરિયન્ટ KP.2 ને કારણે મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. મીડિયા અહેવાલો અનુસાર મહારાષ્ટ્રમાં Omicron સબવેરિયન્ટ KP.2 ના 91 કેસની ઓળખ કરવામાં આવી છે. કોવિડના KP.2 સબવેરિયન્ટે મહારાષ્ટ્રમાં JN.1 વેરિઅન્ટને પાછળ છોડી દીધું છે. જેના કારણે ઘણા દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. અહેવાલો અનુસાર KP.2 સબવેરિયન્ટના 51 કેસ પુણેમાં અને 20 કેસ થાણેમાં નોંધાયા છે. KP.2 સબવેરિયન્ટને જાન્યુઆરીમાં વૈશ્વિક સ્તરે પ્રથમવાર ઓળખવામાં આવ્યું હતું. હાલમાં યુએસમાં KP.2 પ્રબળ પ્રકાર છે. મહારાષ્ટ્રમાં પણ KP.2 ના કેસો પ્રથમ જાન્યુઆરીમાં ઓળખાયા હતા.

માર્ચ અને એપ્રિલ સુધીમાં કોરોનાના આ પ્રકારને કારણે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો છે. રાહતની વાત એ છે કે, કોરોનાના આ પ્રકારનો હજુ સુધી કોઈ ગંભીર કેસ નોંધાયો નથી. હળવા લક્ષણોવાળા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. નિષ્ણાતોના મતે આ વેરિઅન્ટને કારણે આ ઉનાળામાં કોવિડ કેસોમાં થોડો વધારો થશે

યુએસમાં 28% કોવિડ કેસ KP.2 વેરિઅન્ટના છે જે એપ્રિલના મધ્યમાં માત્ર 6% હતા. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, કોરોનાના નવા કેસોમાં સૌથી મોટો હિસ્સો તે જવાબદાર છે. તેણે JN.1 વેરિઅન્ટને પાછળ છોડી દીધું જે શિયાળામાં કોરોના કેસ માટે જવાબદાર હતું. તમને જણાવી દઈએ કે, 2020થી અમેરિકામાં દર ઉનાળામાં કોવિડના કેસમાં વધારો થયો છે. જો KP.2 ફેલાવાનું ચાલુ રાખે તો આ પેટર્ન પુનરાવર્તિત થઈ શકે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button