હૈદરાબાદ લોકસભા ક્ષેત્રના ભાજપના મહિલા ઉમેદવાર માધવી લતા મુસ્લિમ મહિલાઓના બુરખા ઉતારી તેમના ઓળખપત્રો ચકાસતા હોવાનો વિડીયો બહાર આવતા હંગામો
મેં કંઈ ખોટું નથી કર્યું, આ મારો અધિકાર માધવી લતાનો બચાવ ,
હૈદરાબાદ લોકસભા ક્ષેત્રના ભાજપના મહિલા ઉમેદવાર માધવી લતા મુસ્લિમ મહિલાઓના બુરખા ઉતારી તેમના ઓળખપત્રો ચકાસતા હોવાનો વિડીયો બહાર આવતા હંગામો મચી ગયો છે. આ મામલે ફરિયાદ થતા ભાજપના ઉમેદવાર માધવી લતા સામે કેસ દાખલ થયો છે. આ મામલે ભાજપ ઉમેદવાર માધવી લતાએ સ્પષ્ટતા કરી છે કે તેણે માત્ર મહિલાઓને જ અનુરોધ કર્યો હતો કે તે તેની ઓળખ વેરિફાઈ કરાવે અને આમાં કંઈ ખોટું નથી. હું એક ઉમેદવાર છું અને કાયદા મુજબ મને આ અધિકાર છે. જો કોઈ આને મુદો બનાવે તો તેનો મતલબ એ છે કે તે ડરી ગયા છે.
માધવી લતાએ મુસ્લિમ મહિલાના બુરખા હટાવી આઈડેન્ટી કાર્ડ માંગવાની ઘટનાએ વિવાદ ઉભો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ માધવી લતાએ પોતાના મતદાન ક્ષેત્રમાં મતદાર યાદીમાં વિસંગતીઓને લઈને આરોપો લગાવ્યા હતા.
તેમણે પોલીસ કર્મીઓ પણ સુસ્ત અને નિષ્ક્રીય રહ્યા હોવાના આરોપો લગાવ્યા હતા. માધવી લતાએ યાદીમાંથી ઘણાના નામો કટ થઈ ગયાનો આરોપ લગાવ્યો હતો



