ઉમેદવારી પત્ર ભરતા પહેલા મોદીએ ગંગા પૂજન કર્યું કમલ રથ પર સવાર થઈને વડાપ્રધાને દેશમાં ભાજપની જીતના આશિર્વાદ લોકો પાસે માંગ્યા
વડાપ્રધાન નામાંકન દાખલ કરતા પણ સુરક્ષાનો કડક બંદોબસ્ત કરાયો હતો. 2019માં પણ વડાપ્રધાન મોદીએ વારાણસી લોકસભા સીટ પરથી જ ઉમેદવારીપત્ર ભર્યું હતું અને જબરદસ્ત જીત મેળવી હતી.
વડાપ્રધાન મોદીએ આજે ત્રીજી વાર વારાણસી લોકસભા સીટ પર શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારીપત્ર ભર્યું હતું. વડાપ્રધાન નામાંકન સંપૂર્ણ શાસ્ત્રીય વિધિવિધાન સાથે ભર્યું હતું. ઉમેદવારી પત્ર દાખલ કરવા માટે પસંદ કરવામાં આવેલ તિથિ વૈશાખ શુકલ સપ્તમી છે. ધર્મશાસ્ત્રીય માન્યતા છે કે આ તિથિમાં જ મા ગંગાની સ્વર્ગમાં ઉત્પતિ થઈ હતી અને તેણે ભગવાન શિવની જટાઓમાં સ્થાન મેળવ્યું હતું. વડાપ્રધાન નામાંકન દાખલ કરતા પણ સુરક્ષાનો કડક બંદોબસ્ત કરાયો હતો. 2019માં પણ વડાપ્રધાન મોદીએ વારાણસી લોકસભા સીટ પરથી જ ઉમેદવારીપત્ર ભર્યું હતું અને જબરદસ્ત જીત મેળવી હતી.
આ વખતે વડાપ્રધાને વારાણસીથી ઉમેદવારી પત્ર ભરતા પહેલા સોમવારે લગભગ 4 કલાકનો રોડ શો કર્યો હતો. તેમણે કાશી વિશ્વનાથ મંદિરે પૂજા-અર્ચના કરી હતી.
મોદી નામાંકનપત્ર ભરતા પહેલા બનારસના દશાશ્ર્વમેઘ ઘાટ પર ગયા હતા ત્યારબાદ કાલ ભૈરવ મંદિરે દર્શન કર્યા હતા. વડાપ્રધાને ઉમેદવારીપત્ર ભરતા પહેલા ગંગા પૂજન કર્યું હતું.
નામાંકન પત્ર મોદીએ ભર્યું ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ, બિહારના સીએમ નીતીશકુમાર, રાલોદ અધ્યક્ષ જયંત ચૌધરી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ ભુપેન્દ્રસિંહ ચૌધરી, અપના દલ એસ અધ્યક્ષ અનુપ્રિયા પટેલ સહિત અનેક નેતાઓ ઉપસ્થિત હતા.
મોદીના નામાંકન પ્રસ્તાવકોમાં અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ, દિવ્યાંગ નેશનલ શુટર સુમેધા પાઠકની સાથે પદ્મ પુરસ્કારથી સન્માનીતો સામેલ હતા.
પીએમ મોદીના નામાંકનને લઈને ગ્રહોની દશા અને દિશાને પણ જોવામાં આવી હતી. મોદીના નામાંકન સમયે ગ્રહોની સ્થિતિ સર્વોતમ હતી. રામમંદિરના શિલાન્યાસ અને રામલલાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠાનું મુર્હુત આપનાર પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે પણ આ સર્વોતમ મુહુર્ત કાઢયું હતું.
નામાંકન પહેલા મોદીએ કાશીમાં રોડ શો કર્યો હતો. કમલ રથ પર સવાર થયા હતા. આ દરમિયાન મોદીએ જીતની હેટ્રીકના આશીર્વાદ માંગ્યા હતા.



