લોકસભાની 2019ની ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો ભાજપના ફાળે રહી હતી. જોકે આ વર્ષે કોંગ્રેસ કેટલીક બેઠકો પર ભાજપને ટક્કર આપી રહી છે. બનાસકાંઠા બેઠક પર પણ ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચે કાંટાની ટક્કર છે. જ્યાં પહેલીવાર ઠાકોર સમાજને ટિકિટ મળી છે.
લોકસભાની 2019ની ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો ભાજપના ફાળે રહી હતી. જોકે આ વર્ષે કોંગ્રેસ કેટલીક બેઠકો પર ભાજપને ટક્કર આપી રહી છે.
લોકસભાની 2019ની ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો ભાજપના ફાળે રહી હતી. જોકે આ વર્ષે કોંગ્રેસ કેટલીક બેઠકો પર ભાજપને ટક્કર આપી રહી છે. બનાસકાંઠા બેઠક પર પણ ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચે કાંટાની ટક્કર છે. જ્યાં પહેલીવાર ઠાકોર સમાજને ટિકિટ મળી છે. પરંતુ ત્યારે ચર્ચાઓ એવી પણ છે કે ગેનીબેનનો સીધો મુકાબલો શંકર ચૌધરી સામે છે. તો ભાજપના જ કેટલાક નારાજ નેતાઓ પણ પાર્ટીને નુકસાન કરાવવા મેદાને ઉતર્યા હોવાની ચર્ચા મીડિયા વર્તુળોમાં છે.
આ બાબતને જોતા બનાસકાંઠામાં આ વખતે કોણ બાજી મારશે તે કહેવું મુશ્કેલ છે. એક બાજુ પહેલીવાર ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ મળતા ઠાકોર સમાજના મત કોંગ્રેસ તરફી ઉત્સાહમાં પરિણમશે કે નહીં તે સવાલ છે. તો ચર્ચા એવી પણ છે કે સહકારી ક્ષેત્રે શંકર ચૌધરીના આધિપત્યથી ભાજપના જ કેટલાક નેતાઓ નારાજ હતા. એવામાં વિરોધીઓએ શંકર ચૌધરીને પછાડવા વધુ મતદાન કરાવ્યાના ચર્ચા છે. ભાજપે સતત ચોથી વખત એક જ સમાજને ટિકિટ અપાતા લોકોમાં રોષ હોવાની પણ ચર્ચા છે. તો PM મોદી અને પ્રિયંકા ગાંધીએ પણ અહીં પ્રચાર કર્યો હતો.



