ભારત

પશ્ચિ બંગાળમાં CAA નો દાવ ભાજપ માટે ઉંધો પડયો મોટુ નુકસાન ,

ચૂંટણી પૂર્વે ચર્ચાસ્પદ કાનૂન લાગુ કરવાનો મમતા બેનર્જીએ ઇન્કાર કરી દીધો હતો ,

લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ફરી ભાજપને મોટુ નુકસાન ભોગવવું પડયું છે. ‘સીએએ’નો દાવ આ ચૂંટણીમાં ઉંધો પડયાની છાપ ઉપસી છે.  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બંગાળમાં રેલીઓ કરવા છતાં ટીએમસીને લોકોએ વધુ સાથ આપ્યો છે.

ભાજપનો જાદુ બંગાળમાં ચાલ્યો નથી. પ્રારંભે જ ટીએમસીએ ર9 બેઠક સાથે લીડ મેળવી લીધી હતી. ભારત સરકારે દેશમાં  11 માર્ચથી નાગરિકતા કાનુનની જાહેરાત કરી હતી. તે બાદ ઘણા રાજયોમાં નાગરિકતા આપવામાં પણ આવી હતી.

જોકે  ચૂંટણી પહેલા સીએએ લાગુ કરવું ભાજપને અઘરૂ પડું છે. મમતા બેનર્જીએ આ કાયદો નહીં સ્વીકારે તેવું જાહેર કરી દીધુ હતું. 4ર લોકસભા બેઠક પૈકી ભાજપને માત્ર દસેક બેઠક પર લીડ હતી.

વડાપ્રધાને ચૂંટણી પ્રચારમાં બંગાળમાં અનેક રેલીઓ કરી હતી. એકઝીટ પોલ પણ સાચા પડયા નથી. ભાજપના અનેક માથાઓ હરીફ ઉમેદવારો કરતા પાછળ રહી ગયા છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઇદના પ્રસંગે એક જનસભાને સંબોધતા યુસીસી, એનઆરસી અને સીએએ લાગુ નહીં થાય તેવું કહી દીધું હતું. આ વિરોધ વચ્ચે પણ બંગાળમાં તા. ર9 મેના રોજ અનેક લોકોને નવી નાગરિકતા આપવામાં આવી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button