મહારાષ્ટ્ર
2024ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં સૌથી ઓછા અંતરથી મળેલી જીત, મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના ઉમેદવાર માત્ર 48 મતોથી જીત્યા
ચૂંટણી પંચના ડેટા અનુસાર રવિન્દ્ર વાયકરને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી 4,52,644 લાખ મત મળ્યા છે

લોકસભા ચૂંટણીના પરિણામો લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. આ દરમિયાન શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના ઉમેદવાર રવિન્દ્ર વાયકર મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી માત્ર 48 મતોથી જીત્યા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં આ સૌથી ઓછા અંતરથી મળેલી જીત છે. ચૂંટણી પંચના ડેટા અનુસાર રવિન્દ્ર વાયકરને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા બેઠક પરથી 4,52,644 લાખ મત મળ્યા છે જ્યારે આ બેઠક પરથી તેમના નજીકના હરીફ શિવસેના (UBT)ના ઉમેદવાર અમોલ કીર્તિકરને 4,52,596 મત મળ્યા છે.
Poll not found