ભારત

શેખ હસીના, રાનિલ વિક્રમસિંઘે સહિતના વડાપ્રધાનોને આમંત્રણ NDA ના શપથગ્રહણ સમારોહમાં શ્રીલંકા, બાંગ્લાદેશ સહિતના દેશોના નેતાઓ હાજર રહેશે

ભૂતાન, નેપાળ, મોરેશિયસના પીએમ પણ હાજર રહેશે ,

ભાજપના નેતૃત્વવાળી એનડીએ લોકસભા ચૂંટણીમાં 292 સીટો જીતીને બહુમતીનો આંકડો પાર કર્યો છે ત્યારે સાથી પક્ષોના સહયોગથી વડાપ્રધાન ત્રીજી વાર ભારતના પીએમ પદની કમાન સંભાળશે. એનડીએનો શપથ ગ્રહણ સમારોહ 8મી જૂને યોજાવવા જઈ રહ્યો છે ત્યારે આ સમારોહમાં ઉપસ્થિત રહેવા પડોશી દેશોના નેતાઓને આમંત્રણ અપાઈ ચૂકયા છે.

જે મુજબ 8મીએ યોજાનાર શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમ સિંઘે, નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’, ભૂતાનના વડાપ્રધાન શેરિંગ તોબો અને મોરેશિયસના વડાપ્રધાન જગન્નાથ પ્રવિંદ જગન્નાથને પણ ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

વર્ષ 2019ની લોકસભા ચૂંટણી બાદ ભારતે મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે બિમ્સટેક દેશોના નેતાઓને આમંત્રીત કર્યા છે. બિમ્સટેક એક ક્ષેત્રીય સમૂહ છે જેમાં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ અને થાઈલેન્ડ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, 2014માં જયારે પોતાના પ્રથમ કાર્યકાળના શપથ લીધા ત્યારે તત્કાલીન પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સહિત બધા સાર્ક (દક્ષિણ એશિયાઈ સહયોગ સંગઠન)ના નેતાઓને સમારોહમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું.

 

News Click 24

[democracy -id="2"]

Related Articles

Back to top button