ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી 25 પર ભાજપે જીત મેળવી છે. છેલ્લી બે ટર્મમાં તમામ 26 બેઠકો જીતનાર ભાજપને એક બેઠકનું નુકશાન થયુ છે. સાથોસાથ ભાજપના વોટશેરમાં પણ 1.25 ટકાનો ઘટાડો થયો છે.
કોંગ્રેસ-આપનો સંયુકત વોટશેર 33.93 ટકા:બસપાને ‘નોટા’ જેટલા મત પણ ન મળ્યા
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી 25 પર ભાજપે જીત મેળવી છે. છેલ્લી બે ટર્મમાં તમામ 26 બેઠકો જીતનાર ભાજપને એક બેઠકનું નુકશાન થયુ છે. સાથોસાથ ભાજપના વોટશેરમાં પણ 1.25 ટકાનો ઘટાડો થયો છે. ચૂંટણી પંચનાં આંકડામાં પ્રમાણે ગુજરાતમાં ભાજપનો વોટશેર 2019 ની લોકસભા ચૂંટણીમાં 63.11 ટકા હતો તે આ વખતે 61.86 ટકા રહ્યો હતો.ગુજરાતમાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી સંયુકત રીતે લડી હતી અને તેમનો સંયુકત વોટશેર 33.93 ટકા હતો. કોંગ્રેસને વ્યકિતગત વોટશેર 31.24 ટકા રહ્યો હતો. કોંગ્રેસે રસાકસી વચ્ચે બનાસકાંઠા બેઠક પર જીત મેળવીને ભાજપ પાસેથી આંચકી લીધી હતી આમ આદમી પાર્ટી ભરૂચ કે ભાવનગર એમ બેમાંથી એક પણ બેઠક જીતી શક ન હતી.
ચૂંટણી પંચના ડેટા મુજબ 2019 માં કોંગ્રેસે કોઈ સાથે જોડાણ વિના એકલા હાથે ઝુકાવ્યુ હતું. જયારે તેનો વોટશેર 32.55 ટકા હતો.અન્ય પક્ષોનાં આંકડા ચકાસવામાં આવે તો તમામ 26 બેઠકો લડનાર બહુજન સમાજ પાર્ટીનો વોટશેર 0.76 ટકા હતો.નોટામાં વોટશેર 1.56 ટકા હતો તેના કરતા બસપાનાં મતો ઓછા રહ્યા છે.
રસપ્રદ વાત એ છે કે, ભાજપનો સરેરાશ વોટશેર 61.86 ટકા રહ્યા છતા ગાંધીનગર વડોદરા, પંચમહાલ જેવી ચાર બેઠકોમાં તેનો વોટશેર 70 ટકાથી ઓછો રહ્યો હતો. ભાજપનાં ઉમેદવારો પૈકી રેખા ચૌધરીને સૌથી ઓછા 47 ટકા મત મળ્યા હતા જયારે કોંગ્રેસમાંથી નૈષધ દેસાઈને સૌથી ઓછા માત્ર 19 ટકા જ મત મળ્યા હતા.
મહત્વની વાત એ છે કે ગુજરાતમાંથી મહીલા સાંસદોની સંખ્યા ઘટી છે. 2019 માં છ મહિલા સાંસદો હતો.આ વખતે ચાર જ છે તેમાં ત્રણ ભાજપનાં અને એક કોંગ્રેસનાં છે.



