ગુજરાત
છેલ્લા 24 કલાકમાં 112 તાલુકામાં વરસાદ, આજે ક્યાં-ક્યાં વરસાદની આગાહી ,
જરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી
ગુજરાતના જળાશયોની વાત કરીએ તો રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ હાલમાં 64.54 ટકા સુધી ભરેલો છે. રાજ્યના મુખ્ય જળાશયોની વાત કરીએ તો તેમાં 61.42 ટકા જેટલું પાણી ભરાયેલું છે. જેમાં જામનગરનો Und-I ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે તાપીનો ઉકાઈ ડેમ 76 ટકા ભરેલો છે અને વોર્નિંગ પર છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યભરમાં યેલો એલર્ટ સાથે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 8 તથા 9 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 112 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં પાવી-જેતપુરમાં એક ઈંચ, તાપીના નિઝર, વડોદરાના કરજણ, સિનોર, આણંદના આંકલાવમાં અડધો-અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.
Poll not found



