ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો માટે મોટા સમાચાર, ઉગ્ર આંદોલન બાદ નવું કટ-ઓફ લિસ્ટ જાહેર
ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોના આંદોલનનો આજે ત્રીજો દિવસ હતો. ગાંધીનગરના રસ્તાઓ પર યુવાન પોતાનો હક લડાઈ માટે લડી રહ્યો છે. તો બીજી તરફ સરકાર પણ તેનાથી બચવાના સંભવ પ્રયત્નો કરી રહી છે. ઉમેદવારોના ઉગ્ર આંદોલન બાદ ફોરેસ્ટ ગાર્ડની ભરતીને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 823 જગ્યા ભરવા માટે શારિરીક કસોટી માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 25 ગણા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોના આંદોલનનો આજે ત્રીજો દિવસ હતો. ગાંધીનગરના રસ્તાઓ પર યુવાન પોતાનો હક લડાઈ માટે લડી રહ્યો છે. તો બીજી તરફ સરકાર પણ તેનાથી બચવાના સંભવ પ્રયત્નો કરી રહી છે. ઉમેદવારોના ઉગ્ર આંદોલન બાદ ફોરેસ્ટ ગાર્ડની ભરતીને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 823 જગ્યા ભરવા માટે શારિરીક કસોટી માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 25 ગણા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જોકે, ગઈકાલે જ ભારે વિરોધના પગલે આ પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી કે હવે 8 ગણાની જગ્યાએ 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવશે.
ગઇકાલે ફોરેસ્ટમાં 25 ગણાની યાદી અત્યારે અને બીજા 25 ગણાં ઉમેદવારોની યાદી પછીથી તૈયાર રાખવા વનવિભાગના નાયબ સચિવનો ગૌણસેવાને પત્ર લખવામાં આવ્યો હતો. જેને ધ્યાને લઈને આજે તરત જ ગૌણ સેવાએ 25 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે અને તેની સાથે જ જિલ્લા પ્રમાણે જ કટઑફ પણ જાહેર કરવામાં આવ્યું છે.
જિલ્લા પ્રમાણે નવું કટ-ઓફ લિસ્ટ જાહેર ,




