રમત ગમત

ભારતીય ટીમની શરમજનક હાર, શ્રીલંકા 110 રનથી જીત્યું, વનડે સીરીઝ પણ ગુમાવી ,

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને શ્રીલંકાએ ભારતને 249 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ 26.1 ઓવરમાં 138 રન પર જ ઓલઆઉટ થયું. આમ, શ્રીલંકાએ આ મેચ 110 રનથી જીતી છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી મેચમાં ભારતીય ટીમની શરમજનક હાર થઈ છે. બંને ટીમો વચ્ચેની આ મેચ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જેમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને શ્રીલંકાએ ભારતને 249 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ 26.1 ઓવરમાં 138 રન પર જ ઓલઆઉટ થયું. આમ, શ્રીલંકાએ આ મેચ 110 રનથી જીતી છે.બંને દેશો વચ્ચેની વનડે શ્રેણીની પ્રથમ મેચ રોમાંચક ટાઈમાં સમાપ્ત થઈ હતી. ત્યાર બાદ બીજી મેચમાં શ્રીલંકાએ જેફરી વેન્ડરસેની કિલર બોલિંગના આધારે 32 રનથી જીત મેળવી હતી. ત્યારબાદ આજે ત્રીજી મેચમાં શ્રીલંકાએ ભારતને મોટા અંતરે માત આપી છે. આમ, શ્રીલંકાની ટીમે વનડે સીરીઝ પર કબજો કર્યો છે.

ભારતીય ટીમની ઈનિંગ

  1. શુભમન ગિલ (6 રન)
  2. રોહિત શર્મા (35 રન)
  3. ઋષભ પંત (6 રન)
  4. વિરાટ કોહલી (20 રન)
  5. અક્ષર પટેલ (2 રન)
  6. શ્રેયસ અય્યર (8 રન)
  7. રિયાન પરાગ (15 રન)
  8. શિવમ દુબે (9 રન)
  9. વોશિંગ્ટન સુંદર (30 રન)
  10. કુલદિપ યાદવ (6 રન)

શ્રીલંકાએ 7 વિકેટના નુકસાન પર 248 રન કર્યા

આ મેચમાં શ્રીલંકાની ટીમે 7 વિકેટ ગુમાવીને 248 રન બનાવ્યા હતા. ટીમ તરફથી અવિષ્કા ફર્નાન્ડોએ સૌથી વધુ 96 રનની ઇનિંગ રમી હતી. તે સદી ચૂકી ગયો. તેમના સિવાય કુસલ મેન્ડિસે 59 અને પથુમ નિસાન્કાએ 45 રન બનાવ્યા હતા. એક સમયે શ્રીલંકાએ 35 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા.

News Click 24

Poll not found

Related Articles

Back to top button