શેર બજારમાં સામાન્ય ઘટાડો, 134 પોઇન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ આજે 79 હજારને પાર, જાણો કયા શેરમાં તેજી દેખાઇ ,
સેન્સેક્સ શરૂઆતના વેપારમાં 134.27 પોઈન્ટ ઘટીને 79,514.65 પર કારોબાર કરી રહ્યો છે. આ તરફ નિફ્ટી 38.65 પોઈન્ટ ઘટીને 24,308.35 પર છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં વધારો અને 13માં ઘટાડો જોવા મળી રહ્યો છે.
સપ્તાહના બીજા દિવસે શેરબજારને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે શેરબજારમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ શરૂઆતના વેપારમાં 134.27 પોઈન્ટ ઘટીને 79,514.65 પર કારોબાર કરી રહ્યો છે. આ તરફ નિફ્ટી 38.65 પોઈન્ટ ઘટીને 24,308.35 પર છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 17માં વધારો અને 13માં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આજે મંગળવારે સવારે બેન્કિંગ, ફાર્મા અને મેટલ શેર્સમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. Unicommerce E-Solutions Limited અને FirstCry ની મૂળ કંપની Brainbees Solutions ના શેર આજે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. આ બધાની વચ્ચે એશિયન માર્કેટમાં આજે મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. જાપાનનો નિક્કી 2.17% ઉપર છે. હોંગકોંગનો હેંગસેંગ 0.08% નીચે છે. ચીનના શાંઘાઈ કમ્પોઝિટમાં 0.04% અને કોરિયાના કોસ્પીમાં 0.11%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.
સોમવારે યુએસ માર્કેટનો ડાઉ જોન્સ 0.36% ઘટીને 39,357 ના સ્તર પર બંધ થયો હતો. Nasdaq પણ 0.21% વધીને 16,780 પર બંધ થયો. S&P500 5,344 પોઈન્ટ પર સપાટ બંધ રહ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 12 ઓગસ્ટના રોજ ₹4,680.51 કરોડના શેર વેચ્યા હતા. આ સમયગાળા દરમિયાન ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ ₹4,477.73 કરોડના શેર ખરીદ્યા હતા. એટલે કે વિદેશી રોકાણકારોએ આગલા દિવસે વેચવાલી કરી હતી. અગાઉ ગઈકાલે એટલે કે 12મી ઓગસ્ટે શેરબજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 56 પોઈન્ટના ઘટાડા સાથે 79,648 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 20 પોઈન્ટનો ઘટાડો થયો હતો. 24,347ના સ્તરે બંધ રહ્યો હતો.



