વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે કે નહીં? આજે ફેંસલો ,
વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે કે નહીં? તે સવાલની વચ્ચે મોટા સમાચાર, વર્લ્ડ રેસલિંગમાં કુસ્તીબાજોના વજનના નિયમોમાં કેટલાક ફેરફાર થઈ શકે છે

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) સામ-સામે છે. વાસ્તવમાં વિનેશ ફોગાટનો એક કેસ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં ચાલી રહ્યો છે જેના પર નિર્ણય (આજે) 13મી ઓગસ્ટે આપવામાં આવનાર છે. આ નિર્ણય રાત્રે 9.30 વાગ્યે આવી શકે છે. પરંતુ તે પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. UWW હવે નિયમ બદલવાની વિચારણા કરી રહ્યું છે જેણે આ વિવાદને જન્મ આપ્યો છે. ખરેખર આ આખો મામલો પેરિસ ઓલિમ્પિક 2024 વચ્ચે શરૂ થયો હતો.
પેરિસ ઓલિમ્પિક્સ 2024 ગેમ્સ દરમિયાન વિનેશ ફોગાટને 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગની ફાઇનલમાં પ્રવેશ કરીને સિલ્વર મેડલની ખાતરી હતી, પરંતુ મેચ પહેલા તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી હતી કારણ કે, તેનું વજન ઓલિમ્પિક ગોલ્ડ મેડલ મેચ પહેલા કરતા 100 ગ્રામ વધુ હતું. આ પછી વિનેશે CASમાં કેસ દાખલ કર્યો જેના પર નિર્ણય 13મી ઓગસ્ટે આવવાનો છે. આવી સ્થિતિમાં વિનેશ ફોગટને હજુ પણ ન્યાય મળવાની આશા છે. જો નિર્ણય વિનેશની તરફેણમાં આવશે તો તેઓ સંયુક્ત રીતે સિલ્વર મેડલ મેળવશે. પરંતુ આ પહેલા જ નિયમોમાં ફેરફારની વાતો સામે આવવા લાગી છે.
ખાનગી મીડિયા ચેનલને જણાવ્યું છે કે, વર્લ્ડ રેસલિંગમાં કુસ્તીબાજોના વજનના નિયમોમાં કેટલાક ફેરફાર થઈ શકે છે. વર્લ્ડ રેસલિંગ ઓર્ગેનાઈઝેશન તેના બદલાવ પર વિચાર કરી રહ્યું છે. જો કે આ નિયમમાં શું ફેરફાર કરવામાં આવી શકે છે તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી.
આ તરફ હવે સવાલ એ પણ ઉઠે છે કે જો વજનના નિયમોમાં ફેરફાર કરવામાં આવે તો શું CAS કોર્ટમાં ચાલી રહેલા કેસમાં વિનેશને ફાયદો થશે? શું આ નિયમ વિનેશના કેસમાં પણ લાગુ પડશે? તેના જવાબમાં સૂત્રોએ કહ્યું છે કે એવું નથી. જો નિયમોમાં ફેરફાર થશે તો તેને આગામી ટુર્નામેન્ટથી લાગુ કરવામાં આવશે. આ પેરિસ ઓલિમ્પિક પર લાગુ થશે નહીં. આવી સ્થિતિમાં બદલાયેલા નિયમોની વિનેશના કેસ પર કોઈ અસર નહીં થાય.