ગુજરાત

ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે પ્રથમ સાત મહિનામાં જ માર્ગ અકસ્માતમાં 93 હજાર લોકોને ઈજા થયેલી છે.

આ વર્ષે માર્ગ અકસ્માતથી ઈજાની સૌથી વધુ 13926 ઘટના મે મહિનામાં થયેલી હતી. તાજેતરમાં રાજ્યસભામાં રજૂ થયેલા અહેવાલ અનુસાર વર્ષ 2022માં ગુજરાતમાં માર્ગ અકસ્માતની કુલ 15751 ઘટના નોંધાઈ હતી.

ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે પ્રથમ સાત મહિનામાં જ માર્ગ અકસ્માતમાં 93 હજાર લોકોને ઈજા થયેલી છે. આ સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ કલાકે 18 લોકોને માર્ગ અકસ્માતમાં ઈજા થાય છે. માર્ગ અકસ્માતથી ઈજાના સૌથી વધુ કેસમાં અમદાવાદ 15489 કેસ નોંધાયેલા છે.  આમ, અમદાવાદમાં પ્રતિ કલાકે સરેરાશ 3 વ્યક્તિને ઇજા થતી હોય છે.

આ અંગે ઈમરજન્સી સેવા ‘108’ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં જુલાઈ મહિનામાં માર્ગ અકસ્માતથી ઈજાની 11678 ઘટના નોંધાઇ હતી. રાહતની વાત એ છે કે, આ વર્ષે માર્ગ અકસ્માતથી ઈજાની સૌથી ઓછી ઘટના જુલાઈમાં થઈ હતી.

આ વર્ષે માર્ગ અકસ્માતથી ઈજાની સૌથી વધુ 13926 ઘટના મે મહિનામાં થયેલી હતી. તાજેતરમાં રાજ્યસભામાં રજૂ થયેલા અહેવાલ અનુસાર વર્ષ 2022માં ગુજરાતમાં માર્ગ અકસ્માતની કુલ 15751 ઘટના નોંધાઈ હતી.

આ  સ્થિતિએ પ્રતિ કલાકે ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 1.79 માર્ગ અકસ્માત થાય છે. હવે આ વર્ષની વાત કરવામાં આવે તો માર્ગ અકસ્માતથી ઈજાના સૌથી વધુ કેસમાં અમદાવાદ બાદ સુરત 9587 સાથે બીજો, વડોદરા 6307 સાથે ત્રીજો ક્રમ ધરાવે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button