અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારીને એક વર્ષ પહેલા 9 લોકોના જીવ લેનાર નબીરા તથ્ય પટેલના હંગામી જામીન મંજૂર કરાયા
તથ્ય પટેલના દાદાનું અવસાન થતા મરણક્રિયાના કારણોસર જામીન માટે અરજી કરવામાં આવી હતી. જે બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા દાદાની અંતિમવિધી માટે તથ્યના જામીન 1 દિવસ માટે મંજૂર કરાયા છે

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારીને એક વર્ષ પહેલા 9 લોકોના જીવ લેનાર નબીરા તથ્ય પટેલના હંગામી જામીન મંજૂર કરાયા છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા તથ્ય પટેલને પોલીસ જાપ્તા સાથે 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાના 1 વર્ષ બાદ તથ્ય પટેલ હવે જેલમાંથી બહાર નીકળશે.
હકીકતમાં તથ્ય પટેલના દાદાનું અવસાન થતા મરણક્રિયાના કારણોસર જામીન માટે અરજી કરવામાં આવી હતી. જે બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા દાદાની અંતિમવિધી માટે તથ્યના જામીન 1 દિવસ માટે મંજૂર કરાયા છે. અંતિમવિધી બાદ તથ્ય પટેલને જેલમાં પાછા લઈ જવા કોર્ટે આદેશ આપ્યો છે.
જોકે બીજી તરફ સરકારી વકીલે, જામીન અરજીનો વિરોધ કરતા દલીલ કરી હતી કે, અંતિમ વિધી માટે જામીન આપી શકાય પરંતુ ચાર અઠવાડિયા સુધીનો સમય ન આપી શકાય. આરોપી સામે ગંભીર ગુનો છે. જે બાદ બંને પક્ષોની રજૂઆત પછી કોર્ટે તથ્યને પોલીસ જાપ્તા સાથે દાદાની અંતિમવિધિમાં હાજર રહેવા 1 દિવસના જામીન મંજૂર કર્યા હતા.