ગુજરાત

રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલા ,મહત્ત્વપૂર્ણ નિર્ણયો નિયમાનુસારની કાર્યવાહીને અનુસરીને ટુંક સમયમાં અમલી કરાશે.

મુખ્યમંત્રીએ એવો નિર્ણય કર્યો છે કે, ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના 4.5 એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઈ શકશે.

મુખ્યમંત્રીએ એવો નિર્ણય કર્યો છે કે, ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામના વપરાશ કરતા લોકોના 4.5 એફ.એસ.આઇ. સુધીના બિન અધિકૃત બાંધકામો હવે નિયમિત થઈ શકશે. તો બિન અધિકૃત રહેણાંક માટે 2000 ચો. મીટર સુધીના ખુટતાં પાર્કિંગ માટે અને બિન અધિકૃત બિન રહેણાંક માટે 1000 ચો. મીટર સુધીના ખુટતા પાર્કિંગ માટે ફી લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇમ્પેક્ટ કાયદાને વધુ લોકાભિમુખ બનાવવા મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ 2022 ને વ્યાપક પ્રતિસાદ મળે અને વધુમાં વધુ લોકો આ અધિનિયમનો લાભ મેળવી શકે તેવા જનહિતકારી અભિગમથી મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો છે.

અગાઉ ખુટતા પાર્કિંગના 50% જે તે પ્લોટમાં અથવા તો 500 મીટરની હદમાં પાર્કિંગની જોગવાઈ કરવી ફરજીયાત હતી, અને બાકીના 50% ખુટતા પાર્કિંગ માટે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા અધિનિયમ 2022ના જાહેરનામાંથી પાર્કિંગ નિયમિત કરવા માટેની નક્કી કરાયેલી ફી વસુલ લઇને બિન અધિકૃત બાંધકામ નિયમિત કરવાની પ્રવર્તમાન જોગવાઈ હતી.

જયારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇમ્પેક્ટ ફી અંગેના કરેલા આ મહત્ત્વપૂર્ણ નિર્ણયો નિયમાનુસારની કાર્યવાહીને અનુસરીને ટુંક સમયમાં અમલી કરાશે. જે અંતર્ગત ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામ વપરાશ કરતા લોકોને 4.5 એફએસઆઈ સુધીના બાંધકામ નિયમિત થઈ શકશે. જયારે બિન અધિકૃત રહેણાંક માટે 2 હજાર ચો મી ખુટતા પાર્કિંગ માટે નિયમિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. બિન અધિકૃત બિન રહેણાંત માટે 1 હજાર ચો મી સુધી ખુટતા પાર્કિંગ માટે ફી લઈ બિન અધિકૃત બાંધકામ નિયમિત થઈ શકશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button