કોલકાતામાં ફરી એકવાર મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે , અભિનેત્રી પાયલ મુખર્જી સાથે ગત રાત્રે કાર પર બાઇક સવાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલામાં ફરી એકવાર સમગ્ર દેશમાં મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. આ દરમિયાન જાણીતી અભિનેત્રી પાયલ મુખર્જી સાથે કંઈક એવું બન્યું હતું, જેના પછી આ ચિંતા વધુ ઘેરી બની છે. ગત રાત્રે પાયલની કાર પર બાઇક સવાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

ભીડવાળા વિસ્તારમાંથી પસાર થતી વખતે, સાઉથની અભિનેત્રીનો એક બાઇક સવાર સાથે અકસ્માત થયો, જેના કારણે બાઇક સવારે પહેલા પાયલને કારમાંથી બહાર નીકળવાનું કહ્યું. તે બહાર ન આવતાં કારનો કાચ તોડી નાખ્યો હતો. પાયલ મુખર્જીએ એક વીડિયો દ્વારા આ ઘટના વિશે વાત કરી છે.
અડધી રાત્રે બનેલી ઘટના બાદ પાયલ મુખર્જીએ કારમાં ઈન્સ્ટાગ્રામ લાઈવ કર્યું હતું. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, “ક્રાઈમ સીનનો પહેલો લાઈવ વીડિયો. અમે ક્યાં રહીએ છીએ?” વીડિયોમાં પાયલ રડતી જોવા મળી રહી છે. તેણે તેની બાજુમાં રહેલો અરીસો પણ બતાવ્યો, જેને બાઇક સવાર દ્વારા તોડી નાખ્યો હતો.
પાયલે કહ્યું, “મને ખબર નથી કે આપણે અત્યારે ક્યાં ઊભા છીએ. જો સાંજના સમયે ભીડભાડવાળા રસ્તા પર કોઈ મહિલા સાથે આ રીતે હેરાનગતિ થઈ શકે અને ગેરવર્તન થઈ શકે તો તે વાસ્તવિક પરિસ્થિતિનું ઉદાહરણ છે અને આ બધું ત્યારે થાય છે. જ્યારે શહેર ભરમાં મહિલાઓની સુરક્ષા માટે રેલીઓ કાઢવામાં આવી રહી છે.