ઈકોનોમી
જન્માષ્ટમીના પર્વ પર જ ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો આવ્યો છે. સેન્સેક્સ 302.05 પોઈન્ટ અને નિફ્ટી 24,900ને પાર પહોંચી ગયો છે. વધીને 81,388.26 પોઈન્ટ પર પહોંચ્યો છે.
આજે શ્રવાણ માસના સોમવારની સાથે જન્માષ્ટમીનો તહેવાર ભારતીય શેરબજારમાં સારા સમાચાર લઈને આવ્યો છે
આજે અઠવાડિયાના પહેલા જ દિવસે માર્કેટમાં મજબૂત શરુઆત થઈ છે. BSE સેન્સેક્સ 302.05 પોઈન્ટ વધીને 81,388.26 પોઈન્ટ પર પહોંચ્યો છે. તે જ સમયે, NSE નિફ્ટી 82.95 પોઈન્ટના વધારા સાથે 24,906.10 પોઈન્ટ પર પહોંચી ગયો છે. આ રીતે નિફ્ટી 24,900ને પાર કરી ગયો છે.
ભારતીય બજારમાં આ ઉછાળો વૈશ્વિક બજારોના સારા મૂડને કારણે આવ્યો છે. યુએસ ફેડના ચેરમેન જેરોમ પોવેલે વ્યાજદરમાં ઘટાડો કરવાની લીલી ઝંડી આપી દીધી છે. જેના કારણે અમેરિકન માર્કેટમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ફેડ બાદ RBI પણ ભારતમાં રેટ કટની જાહેરાત કરી શકે છે. તેની અસર આજે બજારમાં જોવા મળશે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે ટૂંકા ગાળાના રોકાણકારો આજે આઈટી અને બેન્કિંગ શેરો પર નજર રાખી શકે છે. આપણે આમાં વધારો જોઈ શકીએ છીએ.
Poll not found



