ગુજરાત

અમદાવાદનાં સરખેજ સ્થિત ભારતી આશ્રમ પર હરિહરાનંદ બાપુએ કબજો કરતા વિવાદ ઉભો થવા પામ્યો છે ,

અમદાવાદનાં સરખેજ સ્થિત ભારતી આશ્રમ પર હરિહરાનંદ બાપુએ કબજો કરતા વિવાદ ઉભો થવા પામ્યો છે. ત્યારે આ સમગ્ર બાબતે હરિહરાનંદ બાપુએ નિવેદન આપ્યું હતું. તેમજ ઋષિભારતી પર આક્ષેપો કરતા મામલો ગરમાયો હતો.

અમદાવાદનાં સરખેજ પાસે આવેલ ભારતી આશ્રમ પર હરિહરાનંદ બાપુએ કબ્જો જમાવ્યો છે. તેમજ ઋષિભારતી બાપુની હેરહાજરીમાં હરિહરાનંદ બાપુએ કબજો કર્યો હતો. તેમજ હરિહરાનંદ બાપુનાં સમર્થકો અને બાઉન્સર્સે આશ્રમ પર કબજો કર્યો છે. આ સમગ્ર મામલે વિવાદ થતા હરિહરાનંદ બાપુએ નિવેદન આપ્યું હતું.

હરિહરાનંદ બાપુએ સમગ્ર મામલે જણાવ્યું હતું કે, ભારતીય બાપુનાં સ્વર્ગવાસ બાદ શિષ્યને જવાબદારી સોંપાય. તેમજ ભારતી બાપુ ઋષિભારતીનાં દાદાગુરૂ હતા. તેથી તેમને કબજો સોંપાય. ઋષિભારતી પાસેનાં રજિસ્ટર અને વસિયતનામાં ખોટા છે. તેમજ સત્તાવાર મારી પાસે કબજો છે અને રજિસ્ટર પણ છે.ઋષિભારતી છેલ્લા 3 વર્ષથી સંચાલન કરતા હતા. પણ કોઈ ઓડિટ થયું નથી. તેમજ તેઓએ હિસાબો ન જાળવી ઋષિભારતીએ ટ્રસ્ટને નુકસાન કર્યું છે. જેથી ટ્રસ્ટને નુકસાન થયું એટલા માટે મે કબજો લઈ લીધો છે. માહોલ ન બગડે તેના માટે બાઉન્સરે અને સમર્થકોએ કબજો લીધો હતો. કોર્ટમાં કેસ ચાલે છે પણ અમારી પાસે કાયદેસરનાં દસ્તાવેજ છે. હું ઋષિભારતીનો ગુરૂ છું અને તે મારી સાથે અભદ્ર વર્તન કરતા હતા.

જેમાં સરખેજ આશ્રમનાં વહીવટની જવાબદારી ઋષિભારતી કરતા હતા. ત્યારે ત્રણ વર્ષથી ઓડીટ થયું નથી. તેમજ કોઈ પણ હિસાબ કિતાબ પણ આપવામાં આવ્યા નથી. દુકાનોના ભાડા લઈ લે છે. તેમજ પીજી ચાલુ કરે છે. પીજીમાં માણસો રહે છે. એટલે જે કંઈ આવક થાય તે ટ્રસ્ટની મિલકત છે. ત્રણ વર્ષથી નારાજગી હતી. જેથી આજથી મે આ આશ્રમની જવાબદારી સંભાળી લીધી છે. તેમજ હવે હું જ આ આશ્રમની જવાબદારી સંભાળીશ.

હરિહરાનંદ બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, મારા ગુરૂ બ્રહ્મલીન ભારતી બાપુ જયારે હયાત હતા. ત્યારે તમામ આશ્રમોનું સુકાન મને સોંપ્યું હતું. પરંતું આ તમામ મારા શિષ્યો છે. ભારતી બાપુનાં શિષ્યો નથી. ભારતી બાપુ એમનાં દાદાગુરૂ થાય. ત્યારે અલગ અલગ આશ્રમ પર અલગ અલગ શિષ્યોને દેખરેખની જવાબદારી સોંપવામાં આવી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button