ટેકનોલોજી

એલોન મસ્કની કંપની આ ફીચર ગૂગલ, વોટ્સએપ અને ઝૂમને સીધી ટક્કર આપશે. યુઝર્સને જલ્દી જ તેને ટ્રાયલ કરવાનો વિકલ્પ પણ મળી શકે છે

X વિશે ચર્ચા કરતી વખતે, કંપનીના એક અધિકારીએ કહ્યું કે, એક નવું ફીચર ટૂંક સમયમાં ઉપલબ્ધ થવા જઈ રહ્યું છે. આમાં યુઝર્સ વીડિયો કોલિંગ કરી શકે છે. હાલમાં, આ સુવિધા પર વિચારણા કરવામાં આવી રહી છે અને ટીમ દ્વારા તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે

એલોન મસ્કની કંપની આ ફીચર ગૂગલ, વોટ્સએપ અને ઝૂમને સીધી ટક્કર આપશે. યુઝર્સને જલ્દી જ તેને ટ્રાયલ કરવાનો વિકલ્પ પણ મળી શકે છે. આ ઉપરાંત, કંપની સામાન્ય કોલિંગની સુવિધાઓ પણ રજૂ કરવા પર વિચાર કરી રહી છે અને  એલન મસ્ક પોતાના નવા અંદાજ અને વિચારો માટે જાણીતા છે.

તેણે ટ્વિટરનું નામ બદલીને X કરી દીધું. આખી દુનિયામાં તેની વાતોની ચર્ચા થાય છે. ત્યારે હવે X પર એક નવી સુવિધા ઉપલબ્ધ થવા જઈ રહી છે. આ ફીચર ખૂબ જ ઉપયોગી સાબિત થશે. હકીકતમાં, તે અન્ય ઘણા પ્લેટફોર્મને સીધી ટક્કર આપશે. આ એટલા માટે કહેવામાં આવ્યું છે કે ખૂબ જ ટૂંક સમયમાં X પર વીડિયો કોલિંગનું ફીચર મળવા જઈ રહ્યું છે.

X વિશે ચર્ચા કરતી વખતે, કંપનીના એક અધિકારીએ કહ્યું કે, એક નવું ફીચર ટૂંક સમયમાં ઉપલબ્ધ થવા જઈ રહ્યું છે. આમાં યુઝર્સ વીડિયો કોલિંગ કરી શકે છે. હાલમાં, આ સુવિધા પર વિચારણા કરવામાં આવી રહી છે અને ટીમ દ્વારા તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં યુઝર્સને તેનું ટ્રાયલ ફીચર મળી શકે છે.

વાસ્તવમાં, અત્યાર સુધી વીડિયો કોલિંગ ફીચર પર ગૂગલ, વોટ્સએપ અને ઝૂમનો દબદબો છે અને વીડિયો કોલિંગની સાથે સાથે કંપની કોલિંગ ફીચર પર પણ નિર્ણય લેવા જઈ રહી છે. વીડિયો સિવાય તમે નોર્મલ કોલિંગ પણ કરી શકાશે. અત્યાર સુધી આ વિશેષતાઓને લઈને માત્ર ચર્ચાઓ થઈ રહી છે.

આ ફીચર ક્યારે લોન્ચ થશે તે અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તેના ટ્રાયલ પર પણ ટૂંક સમયમાં કામ શરૂ કરવામાં આવશે. આ અંગેની માહિતી એલોન મસ્ક દ્વારા થોડા સમય પહેલા ફેસબુક પર શેર કરવામાં આવી હતી, પરંતુ હવે એક અધિકારીએ પણ આ વિશે જણાવ્યું છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button