ગુજરાત

નવસારીમાં ભારે વરસાદના કારણે અને ઉપરવાસમાંથી પાણી આવતા અંબિકા નદીની જળસપાટીમાં વધારો ,

અંબિકા નદીમાં માછીમારી કરવા ગયેલ 2 લોકો નદીમાં ફસાયા હતા. નદીના જળસ્તરમાં એકાએક વધારો થતા મોરલી ગામના બે લોકો નદી રૌદ્ર સ્વરૂપનો ભોગ બન્યા હતા.

અંબિકા નદીમાં માછીમારી કરવા ગયેલ 2 લોકો નદીમાં ફસાયા હતા. નદીના જળસ્તરમાં એકાએક વધારો થતા મોરલી ગામના બે લોકો નદી રૌદ્ર સ્વરૂપનો ભોગ બન્યા હતા.

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હાલ નવસારીમાં મેધરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. જેને લઇ જનજીવન ખોરવાયુ છે. ઉપરાંત નવસારીમાંથી પસાર થતી અંબિકા નદીના જળ સ્તરમાં પણ વધારો થયો છે.

ત્યારે ભારે વરસાદમાં નદીના પાણીની સપાટી વધતા બે ટ્રક તણાયા હતા અને દસ લોકો નદીના પાણીમાં ફસાયા હોવાની માહિતી મળી રહી છે. જે બાદ માછીમારી કરવા ગયેલ 2 લોકો પણ ફસાયા છે. આ સાથે નદીના તટો પાસે આવેલા ઘરો પણ પાણીનો શિકાર બન્યા હતા. અંબિકા નદીમાં માછીમારી કરવા ગયેલ 2 લોકો નદીમાં ફસાયા હતા. નદીના જળસ્તરમાં એકાએક વધારો થતા મોરલી ગામના બે લોકો નદી રૌદ્ર સ્વરૂપનો ભોગ બન્યા હતા.

નવસારીમાં બે દિવસ બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ત્યારે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે અંબિકા નદીની સપાટીમાં 20 ફૂટનો વધારો થયો હતો. જેન લઇ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ટ્રક અને લોકો નદીમાં તણાયા હતા. ભારે વરસાદ ટાણે નદીમાં રેતી કાઢવા માટે ગયેલ 2 ટ્રક અને મજૂરો નદીના પાણીમાં ફસાયા હતા. જેમાં આશરે 10 જેટલા મજૂરો નદીમાં ફસાયા હતા. ત્યારે આ તમામ ફસાયેલ લોકોનું રેસ્કયું કરવા ફાયર વિભાગની ટીમે શોધખોળ હાથ ધરી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button