ઈકોનોમી

શેરબજાર આજે નજીવા ઉછાળા સાથે ખુલ્યું. સેન્સેક્સ 82,652.69 પોઈન્ટ પર ખુલ્યો, ગઈ કાલે સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ સ્તરે પહોંચવામાં સફળ રહ્યા હતા

ગઇકાલે BSEનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ સતત 10મા સત્રમાં નવી ઊંચાઈએ પહોંચ્યો હતો. સેન્સેક્સ 194.07 પોઈન્ટ અથવા 0.24 ટકા ઉછળીને 82,559.84 પોઈન્ટની નવી ટોચે પહોંચ્યો હતો.

શેરબજાર આજે ફરી આજે નજીવા ઉછાળા સાથે ખુલ્યું છે. મંગળવારે સેન્સેક્સ 82,652.69 પોઈન્ટ પર ખુલ્યો હતો. ખુલ્યા બાદ સેન્સેક્સ 82,675.06 પર પહોંચી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 25,313.40 પર ખુલ્યો હતો. આજનો ઇન્ટ્રા-ડે હાઇ 25,321.70 છે. સેન્સેક્સમાં સન ફાર્મા, એશિયન પેઇન્ટ્સ, TCSના શેરમાં વધારો જોવા મળ્યો છે. ટાટા મોટર્સના શેરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ બજાજ ફાઇનાન્સના શેરમાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. અને બજાજ ફિનસર્વના શેરના ભાવમાં 0.72 ટકાનો ઘટાડો થયો છે.

ગઇકાલે BSEનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ સતત 10મા સત્રમાં નવી ઊંચાઈએ પહોંચ્યો હતો. સેન્સેક્સ 194.07 પોઈન્ટ અથવા 0.24 ટકા ઉછળીને 82,559.84 પોઈન્ટની નવી ટોચે પહોંચ્યો હતો. દિવસના ટ્રેડિંગ દરમિયાન એક તબક્કે તે 359.51 પોઈન્ટ વધીને 82,725.28ની નવી ઓલ ટાઈમ હાઈએ પહોંચ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી 42.80 પોઈન્ટ અથવા 0.17 ટકાના વધારા સાથે 25,278.70 પોઈન્ટની નવી ટોચે બંધ રહ્યો હતો. તે દિવસના ટ્રેડિંગ દરમિયાન 25,333.65 પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈને સ્પર્શ્યો હતો. આ રીતે નિફ્ટી સતત 13મા દિવસે વધારા સાથે બંધ રહ્યો હતો. વિશ્લેષકોના મતે 1996માં NSE નિફ્ટીની શરૂઆત પછી સતત વૃદ્ધિનો આ સૌથી લાંબો સમયગાળો છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે BSE સેન્સેક્સ 231.16 પોઈન્ટ ઉછળીને 82,365.77 પોઈન્ટની ઓલ ટાઈમ હાઈ પર બંધ થયો હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button