કેરળમાં આરએસએસની યોજાયેલી બેઠકમાં જાતીય જન ગણના અને મહિલા સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દો, ચૂંટણી માં ઉપયોગ ન થવો જોઇએ ,
કોલકાતા રેપ-મર્ડર કાંડ મુદ્ો બેઠકમાં ચમક્યો: મહિલા કાનૂનોમાં સંશોધનની જરૂરિયાત પર જોરના સૂચન સાથે મહિલા સુરક્ષા અભિયાનનો બેઠકમાં નિર્ણય લેવાયો: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર મુદ્ે સરકારને પગલા લેવા આગ્રહ

કેરળમાં આરએસએસની યોજાયેલી બેઠકમાં જાતીય જન ગણના અને મહિલા સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્ે મહત્વનું નિવેદન થયું હતું. રાષ્ટ્રીય સ્વયં સંઘે જણાવ્યું હતું કે જાતીય જનગણના સંવેદનશીલ મુદ્ો છે, તેનો ચૂંટણીના ઉદેશ માટે ઉપયોગ ન થવો જોઇએ સંગઠને સમાજની એકતા અને અખંડતા જાળવી રાખવા માટે જાતીયા જનગણનાને લઇને પોતાની ચિંતા વ્યકત કરી હતી તો મહિલા સુરક્ષાને લઇને નવા પગલા ઉઠાવવાની વાત કરી હતી.
આરએસએસે જણાવ્યું હતું કે જાતીય જન ગણનાથી સમાજની એકતા અને અખંડતાને ખતરો થઇ શકે છે. પંચ પરિવર્તન અંતર્ગત આ મુદ્દે ચર્ચા થઇ છે અને સંગટને નિર્ણય લીધો છે કે માસ લેવલ પર સમરસતાને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરવામાં આવશે. જો કે સંઘે એવું પણ જણાવ્યું હતું કે કલ્યાણકારી ઉદેશો માટે ખાસ કરીને દલિત સમુદાયની સંખ્યા જાણવા માટે સરકાર તેમની સંખ્યાની ગણતરી કરી શકે છે.
આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આમ્બેકરે કહ્યું છે કે આપણા સમાજમાં જાતિગત પ્રતિક્રિયાઓ એક સંવેદનશીલ મુદ્દો છે અને તે રાષ્ટ્રીય એકિકરણ માટે મહત્વનો છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જાતીય વસ્તી ગણતરીનો ઉપયોગ ચૂંટણી પ્રચાર કે ચૂંટણી ઉદેશ માટે ન થવો જોઇએ.
બેઠકમાં પશ્ર્ચિમ બંગાળમાં મહિલા તબીબ રેપ મર્ડરની ઘટના પર ચર્ચા થઇ હતી. મહિલા કાનૂનોમાં સંશોધનની જરુરીયાત પર જોર આપી મહિલા સુરક્ષા અભિયાન ચલાવવાનો નિર્ણય લેવાયો હતો.
સંગઠને તેના 100 વર્ષ પૂરા થવા પર વિવિધ કાર્યક્રમોની યોજના જાહેર કરી હતી. બેઠકમાં બાંગ્લાદેશમાં હિન્દુ અને લઘુમતીના મુદ્દે ચિંતા વ્યકત કરી સરકારને આ મામલે પગલા લેવાનો આગ્રહ કરાયો હતો.