બ્રેકીંગ ન્યુઝ

બુલડોઝર એકશન પર સુપ્રીમ કોર્ટ સખ્ત , કોઇનું ઘર એટલા માટે પાડી શકાય કે તે આરોપી છે , અનધિકૃત ઇમારતો ધ્વસ્ત કરવા દિશા નિર્દેશ જરૂરી

જસ્ટીસ બી.આર.ગવઇના મુસ્લિમ સંગઠન જમીયત ઉલેમા એ હિન્દીની અરજી પર સુનાવણી કરતા જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ બાર એસોસીએશનને જણાવવા છતાં પણ અમને વલણમાં કોઇ ફેરફાર નથી જોવા મળતો અરજી પર સુનાવણી કરી રહેલી બેન્ચમાં સામેલ જસ્ટીસ કે.વી.વિશ્ર્વનાથને કહ્યું હતું કોઇએ પણ કોઇનો ફાયદો ન ઉઠાવવો જોઇએ.

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી સહિત કેટલાક રાજયોમાં બુલડોઝર કાર્યવાહી પર સખ્ત નારાજગી જાહેર કરીને જણાવ્યું હતું કે શું કોઇનું ઘર એટલા માટે તબાહ કરી શકાય કે તે આરોપી છે ?

જો કોઇ આરોપી દોષી પણ સાબિત થાય તો તેનું ઘર નિશ્ર્ચિત  કાયદા વિના તબાહ ન કરી શકાય.જસ્ટીસ બી.આર.ગવઇના મુસ્લિમ સંગઠન જમીયત ઉલેમા એ હિન્દીની અરજી પર સુનાવણી કરતા જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ બાર એસોસીએશનને જણાવવા છતાં પણ અમને વલણમાં કોઇ ફેરફાર નથી જોવા મળતો અરજી પર સુનાવણી કરી રહેલી બેન્ચમાં સામેલ જસ્ટીસ કે.વી.વિશ્ર્વનાથને કહ્યું હતું કોઇએ પણ કોઇનો ફાયદો ન ઉઠાવવો જોઇએ. પિતાનો દીકરો અડિયલ કે આજ્ઞા ન માનનારો હોઇ શકે છે પરંતુ તેના આધારે ઘર તોડી પાડવામાં આવે તે રીત બરાબર નથી.

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી રજુ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે કાયદાના ભંગ થવા પર ઘરોને પાડવામાં આવે છે.  તેમણે વધુમાં કહ્યું હતું કે અમે ત્યારે કાર્યવાહી કરીએ છીએ જયારે કાયદાનો ભંગ થાય છે. ન્યાયમૂર્તિ વિશ્ર્વનાથને પૂરા રાજયમાં અનધિકૃત ઇમારતોને ધ્વસ્ત કરવા માટે દિશા નિર્દેશની આવશ્યકતા પર ભાર આપ્યો હતો.

ન્યાયમૂર્તિ ગવઇએ કહ્યું કે સૂચનો આવવા દો, અમે અખિલ ભારતીય સ્તર પર દિશા નિર્દેશ જાહેર કરશું. આ મામલે હવે 17 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટ વધુ સુનાવણી કરશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button