રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ભરૂચનાં વલિયામાં 12 ઈંચ નોંધાયો
જ્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ભરૂચનાં વલિયામાં 12 ઈંચ નોંધાયો હતો. જ્યારે સોનગઢમાં 10 ઈચ, વ્યારામાં 9 ઈંચ, માંગરોળમાં 8 ઈંચ, ડાંગનાં વધઈમાં 8 ઈંચ, ભરૂચમાં 7.5 ઈંચ, તાપીનાં ઉચ્છલ અને ડોલવણમાં 7-7 ઈંચ, નડિયાદ, વાંસદા અને સુબિરમાં 6.5 ઈંચ, લુણાવાડામાં 5.5 ઈંચ, કપડવંજ, મોરવાહડફ અને કરજણમાં 5 ઈંચ વરસાદ નોંધાયો હતો.
વ્યારા 9 ઈંચ , માંગરોળ 8 ઈંચ , વઘઈ 8 ઈંચ , ભરૂચ તાલુકો 7.5 ઈંચ , તિલકવાડા 7.7 ઈંચ ,ઉચ્છલ 7.7 ઈંચ
ડોલવણ 7.7 ઈંચ , નડીયાદ 6.8 ઈંચ , વાંસદા 6.5 ઈંચ , સુબિર 6.5 ઈંચ , લુણાવાડા 5.5 ઈંચ ,કપડવંજ 5 ઈંચ
મોરવાહડફ 5 ઈંચ , કરજણ 5 ઈંચ , પ્રાંતિજ 4.5 ઈંચ ,
અમદાવાદમાં છેલ્લા 24 કલામાં સરેરાશ અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. નરોડા વિસ્તારમાં સૌથી વધુ 8 ઈંચ, ઓઢવમાં 4.20, નિકોલ અને મણિનગરમાં 4 ઈંચ વરસોદ નોંધાયો હતો. શહેરનાં ઉત્તર ઝોનમાં સરેરાશ 5, પૂર્વમાં 3.5 ઈંચ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં દોઢ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1.3 ઈંચ વરસાદ નોંધાયો હતો. મધ્ય ઝોનમાં 1.8 ઈંચ સરેરાશ વરસાદ નોંધાયો હતો. સોમવારે આખી રાત અમદાવાદ શહેરમાં વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
અમદાવાદમાં ક્યાં કેટલો વરસાદ?
ઉત્તર ઝોન – 5 ઇંચ , પૂર્વ ઝોન – 3.5 ઇંચ , દક્ષિણ ઝોન – 3.2 ઇંચ , પશ્ચિમ ઝોન – 2 ઇંચ , ઉત્તર-પશ્ચિમ ઝોન – 1.5 ઇંચ
દક્ષિણ પશ્ચિમ ઝોન – 1.3 ઇંચ , મધ્ય ઝોન – 1.8 ઇંચ