ગુજરાત

આજે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં મેઘરાજા મચાવશે તાંડવ

ગુજરાતમાં વરસાદે નવસારી, ભરૂચમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે. આજે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં તરઘડિયા હવામાન વિભાગે બુલેટિન જાહેર કર્યું હતું. જેમાં મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર જીલ્લામાં વરસાદની સંભાવનાઓ છે. અમરેલી જીલ્લામાં આજે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રનાં અન્ય જીલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

સૌરાષ્ટ્રનાં અમરેલીમાં પડેલ વરસાદનાં આંકડા પર નજર કરીએ તો અમરેલીમાં 126 મીમી વરસાદ નોંધાવા પામ્યો છે. આજે પણ અમરેલીમાં વરસાદ પડવાની સંભાવનાં છે. તેમજ પ્રતિ કલાકે 13 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેમજ અમરેલી જીલ્લમાં તા. 4 થી 8 દરમ્યાન ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે.

જ્યારે જામનગર જીલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે તા. 4 થી 8 સપ્ટેમ્બર દરમ્યાન ભેજવાળું તેમજ વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ સમગ્ર વિસ્તારમં છૂટો છવાયો વરસાદી પડી શકે છે.મોરબી જીલ્લામાં પણ 18 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા છે. તેમજ મોરબી જીલ્લામાં પણ તા. 4 થી 8 દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. તેમજ છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે.

દેવભૂમિ દ્વારકામાં પણ આજે વરસાદ પડવાની શક્યતા છે. તેમજ 17 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દેવભૂમિ દ્વારકામાં તા. 4 થી 8 દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ છૂટા છવાયા વરસાદી ઝાપટા પડશે.સુરેન્દ્રનગર જીલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જીલ્લામાં 18 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેમજ 4 થી 8 દરમ્યાન વાતાવરણ ભેજ તેમજ વાદળછાયું રહેશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button