બ્રેકીંગ ન્યુઝ
કોલકતા રેપ – મર્ડર કેસમાં મોટો ખુલાસો સંજયના ડીએનએ મૃતક સાથે થયા મેચ ,
રેપ-મર્ડર કેસમાં હજુ અન્ય બીજા શખ્સની ભૂમિકા બહાર નથી આવી
કોલકતા રેપ મર્ડર કેસમાં દરરોજ નવા નવા ખુલાસા થતા રહે છે. હવે આ કેસમાં ડીએનએ રીપોર્ટમાં સનસનીખેજ મોટો ખુલાસો થયો છે. જે મુજબ આરોપી સંજય રોયના ડીએનએ અને મૃતક તબીબના ડીએનએ મેચ થઈ ગયા છે, જેથી જાહેર થયુ છે કે સંજયે જ ટ્રેઈની મહિલા ડોકટર પર રેપ કર્યો હતો.
ડીએનએ રીપોર્ટ સીબીઆઈ પાસે પહેલા જ આવી ચૂકયા હતા, જેને ફાઈનલ ઓપિનિયન માટે એમ્સમાં મોકલવામાં આવ્યો હતો. એમ્સની એક ડોકટરોની પેનલે ડીએનએ રીપોર્ટનુ ઝીણવટપૂર્વક અધ્યયન કર્યું હતુ. સુત્રો અનુસાર અત્યાર સુધીની તપાસમાં રેપ અને હત્યામાં માત્ર સંજય રોય જ સામેલ હતો, કોઈ અન્ય શખ્સની ભૂમિકા બહાર નથી આવી.
સીબીઆઈએ આ મામલામાં અત્યાર સુધીમાં 100 વધુ લોકોના નિવેદન નોંધી ચૂકી છે. 10 લોકોના પોલીગ્રાફ ટેસ્ટ કરાવવામાં આવ્યા છે. જે સીબીઆઈની પોલીસીના ભાગ હતા, જેથી ચાર્જશીટ દાખલ કરવામાં કોઈ કમી ન રહી જાય.
[democracy -id="2"]



