જબલપુરમાં સોમનાથ એક્સપ્રેસના 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા ,જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. દુર્ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા
પશ્ચિમ મધ્ય રેલવેના સીપીઆરઓ હર્ષિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ઈન્દોરથી જબલપુર જઈ રહેલી ઈન્દોર-જબલપુર ઓવરનાઈટ એક્સપ્રેસના બે કોચ જ્યારે ડેડ સ્ટોપ સ્પીડમાં હતા ત્યારે પાટા પરથી ઉતરી ગયા હતા.

પશ્ચિમ મધ્ય રેલવેના સીપીઆરઓ હર્ષિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ઈન્દોરથી જબલપુર જઈ રહેલી ઈન્દોર-જબલપુર ઓવરનાઈટ એક્સપ્રેસના બે કોચ જ્યારે ડેડ સ્ટોપ સ્પીડમાં હતા ત્યારે પાટા પરથી ઉતરી ગયા હતા.
ધ્યપ્રદેશના જબલપુરમાં શનિવારે એક ટ્રેન અકસ્માત થયો હતો. અહીં ઈન્દોર અને જબલપુર વચ્ચે દોડતી સોમનાથ એક્સપ્રેસ (ઈન્દોર-જબલપુર ઓવરનાઈટ એક્સપ્રેસ)ના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. દુર્ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ઘટનાના કારણોની માહિતી એકઠી કરી રહ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
પશ્ચિમ મધ્ય રેલવેના સીપીઆરઓ હર્ષિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ઈન્દોરથી જબલપુર જઈ રહેલી ઈન્દોર-જબલપુર ઓવરનાઈટ એક્સપ્રેસના બે કોચ જ્યારે ડેડ સ્ટોપ સ્પીડમાં હતા ત્યારે પાટા પરથી ઉતરી ગયા હતા.
કોઈ મુસાફરને નુકસાન થયું નથી. દરેક લોકો સુરક્ષિત છે અને પોતપોતાના ઘર તરફ રવાના થઈ ગયા છે. આ ઘટના સવારે લગભગ 5.50 વાગ્યે બની હતી, જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચી રહી હતી… આ અકસ્માત સ્ટેશનથી લગભગ 150 મીટરના અંતરે થયો હતો.”