ફારૂક અબ્દુલ્લાને જીતાડશે તો જમ્મુ-કાશ્મીરનો વિકાસ અટકી જશે ,
રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધીને હું પુછવા માંગુ છું કે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજજો આપ કેવી રીતે આપશો? આ દરજ્જો તો માત્ર ભારત સરકાર જ આપી શકે છે વડાપ્રધાન આપી શકે છે.

કેન્દ્રીય મંત્રી અમિત શાહે આજે જમ્મુ-કાશ્મીરના પલોડામાં જનસભાને સંબોધન કરી કોંગ્રેસ-એનસી અને પીડીપી પર જોરદાર પ્રહાર કરતા કહ્યું હતું કે, ફારુક અબ્દુલ્લાને ન જીતાડતા, નહીં જમ્મુ કાશ્મીરનો વિકાસ અટકી જશે, જમ્મુ કાશ્મીરમાં કોની સરકાર બનશે? એ આપે નક્કી કરવાનું છે.
રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધીને હું પુછવા માંગુ છું કે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજજો આપ કેવી રીતે આપશો? આ દરજ્જો તો માત્ર ભારત સરકાર જ આપી શકે છે વડાપ્રધાન આપી શકે છે. અમિત શાહે જણાવ્યું હતું કે આતંકીઓને વીણી વીણીને સાફ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ઘણા વર્ષો પછી અમરનાથ યાત્રા ભયમુક્ત બની છે. હું સોગંદ ખાઇને કહું છું કે અનુચ્છેદ 370 અમે ફરી પાછુ નહીં આવવા દઇએ અમિત શાહે જણાવ્યું હતું કે જ્યાં સુધી શાંતિ નહીં સ્થપાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઇ વાત નહીં થાય. કોંગ્રેસ, અબ્દુલ્લા અને મુફ્તી પરિવારે જમ્મુ-કાશ્મીરને લૂંટ્યું છે. ચૂંટણી બાદ યોગ્ય સમયે જમ્મુ-કાશ્મીરને રાજ્ય બનાવશું.