સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે મહત્વનું નિવેદન 28 લોકોની ધરપકડ કરવામાં આવી છે ,
પથ્થરમારાની ઘટના મુદ્દે પોલીસ કમિશ્નર દ્વારા મહત્વનું નિવેદન આપ્યું છે.સમગ્ર ઘટનામાં 3 ફરિયાદ નોંધવામાં આવી છે.
સુરતનાં સૈયદપુરામાં પથ્થરમરા મામલે સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે મહત્વનું નિવેદન આપ્યું છે. પથ્થરમારાની ઘટનામાં કુલ 28 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ સમગ્ર ઘટનામાં ઝડપાયેલા આરોપીઓનાં ઘર ઘટના સ્થળથી પોણો કિમી દૂર છે. તેમજ ઘટનાની પાછળ જવાબદાર કોણ છે. તેને શોધવાનાં પ્રયાસ ચાલુ છે. તેમજ સગીર આરોપીઓનાં વાલીઓની અટકાયત કરીને પૂછપરછ ચાલી રહી છે. આ ઘટનામાં પૂર્વઆયોજિત કાવતરૂ છે કે નહી તે દિશામાં તપાસ ચાલુ છે.
તેમજ ઘટના બાદ મુસ્લિમ સમાજનાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તેમજ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરવાનો પ્રયાસ કરાયો હતો. તેમજ સીસીટીવીનાં આધારે આરોપીઓની ધરપકડ કરાઈ છે. તેમજ અન્ય ફરાર આરોપીઓની ધરપકડ કરાઈ છે. અન્ય ફરાર આરોપીની પણ ધરપકડ કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનામાં કુલ 3 ફરિયાદ નોંધવામાં આવી છે. લોકોની ભાવના ઉશ્કેરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ છે. તેમજ આજે ડ્રોન અને સર્વેલન્સની મદદથી કામગીરી ચાલી રહી છે.
સુરતમાં ગણેશ પંડાલ પર થયેલ પથ્થરમારા બાદ ગૃહરાજ્યમંત્રી દ્વારા આરોપીઓને કડકમાં કડક સજાની ખાત્રી આપી છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઘટના બાદ સતત અપડેટ મેળવી રહ્યા છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી. તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. તેમજ કંટ્રોલરૂમમાંથી સંવેદનશીલ વિસ્તારોનું નીરીક્ષણ કર્યું હતું. તેમજ સમગ્ર વિસ્તારનાં હર્ષ સંઘવીએ સીસીટીવી ચેક કર્યા હતા.



