ભાદરવી પૂનમનાં મેળા દરમ્યાન યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા કયુઆર કોડ આગામી સમયમાં જાહેર કરાશે.
QR કોડ સ્કેન કરો, ને એક જ ક્લિકમાં મેળવો અંબાજીના ભાદરવી પૂનમના મેળાની સંપૂર્ણ માહિતી
અંબાજી ભાદરવી પૂનમનાં મેળાને લઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે આગામી તા. 12 થી 18 સપ્ટેમ્બર દરમ્યાન ભાદરવી પૂનમનો મેળાની શરૂઆત થશે. ત્યારે યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા એક માર્ગદર્શિક જાહેર કરવામાં આવી છે. જેમાં ક્યુઆર કોડને સ્કેન કરવાથી યાત્રાળુઓને મોબાઈલ પર જ પાર્કિંગ, વિસામાં તેમજ દર્શન સહિતની સગવડો મેળવી શકશે.
શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા. 12 થી 18 સપ્ટેમ્બર દરમ્યાન ભાદરવી પૂનમનાં મેળાની શરૂઆત થઈ રહી છે. યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ્ર દ્વારા QR કોડ જનરેટ કરવામાં આવ્યો છે. જેનાં મારફતે યાત્રાળુઓ ગુગલ મેપ મારફતે પાર્કિગ, વિસામો, દર્શન સહિતની તમામ સગવડો વિશે મોબાઈલમાંથી જાણકારી મેળવી શકશે.
આ સમગ્ર બાબતે વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે, તા. 12 સપ્ટેમ્બર થી 18 સપ્ટેમ્બર દરમ્યાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાવાનો છે. ત્યારે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીનાં દર્શને આવતા હોય છે. ત્યારે તેઓને તમામ પ્રકારની સુવિધા મળી રહે તે માટે જીલ્લા વહીવટી તંત્ર તેમજ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
અંબાજી મંદિર ટ્રસ્ટ્ર દ્વારા યાત્રિકોને તકલીપ ન પડે તે માટે તમામ સુવિધાઓનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. QR કોડ સ્કેન કરતાની સાથે જ યાત્રાળુઓને મેપ દ્વારા તમામ સુવિધાઓ મળી રહેશે. તેમજ આ QR કોડની શરૂઆત 12 સપ્ટેમ્બરથી થશે. જેમાં તમામ વ્યવસ્થાઓ સ્થળ સાથે દર્શાવવામાં આવી છે.
યાત્રિકોની સુવિધા માટેની માર્ગદર્શિકાની પ્રોસેસ
સ્ટેપ-1
- ક્યુઆર કોડ સ્કેન કરવાથી www.ambajitemple.in હોમ પેજ ખુલશે.
સ્ટેપ-2
- બીજા સ્ટેપમાં યાત્રિકોની સુવિધા માટે વિવિધ ઓપ્શન જોવા મળશે
સ્ટેપ-3
- યાત્રિકોએ પોતાની જરૂરી સુવિધા પર ક્લિક કરતા તેની સંપૂર્ણ જાણકારી મોબાઈલ સ્ક્રીન પર જોવા મળશે.



