બ્રેકીંગ ન્યુઝ

મોદી સરકાર લોકોને ઇંધણના ભાવ ઘટાડાની ભેંટ આપી શકે , ક્રુડ તેલ 70 ડોલર 3 વર્ષની સૌથી નીચી સપાટીએ

આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રુડ 70 ડોલરની નીચે સરકયું : માંગ ઘટી હોવાનું તારણ : જોકે ઓઇલ માર્કેટીંગ કંપનીઓ હજુ બે - ત્રણ સપ્તાહ ભાવ સપાટી પર નજર રાખીને નિર્ણય લે તેવી ધારણા : હાલ 75 ડોલરના બેચમાર્ક પર કંપનીઓ કામ કરી રહી હોવાનો સંકેત

આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રુડ 70 ડોલરની નીચે સરકયું : માંગ ઘટી હોવાનું તારણ : જોકે ઓઇલ માર્કેટીંગ કંપનીઓ હજુ બે – ત્રણ સપ્તાહ ભાવ સપાટી પર નજર રાખીને નિર્ણય લે તેવી ધારણા : હાલ 75 ડોલરના બેચમાર્ક પર કંપનીઓ કામ કરી રહી હોવાનો સંકેત , 

દેશમાં એક તરફ પેટ્રોલ-ડિઝલના ભાવ છેલ્લા બે વર્ષથી સ્થિર છે તે સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના વપરાશનું ક્રુડ તેલ 70 ડોલરની અંદર પહોંચી જતા એક તરફ વિશ્વમાં ક્રુડ તેલની માંગ ઘટી હોવાના સંકેત છે અને તેના કારણે આગામી દિવસોમાં મંદીની પણ શકયતા નકારાતી નથી.

તો બીજી તરફ ભારતમાં આગામી દિવસોમાં ક્રુડ તેલ સસ્તુ થવાથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો થવાની શકયતા વ્યકત થઇ રહી છે. બ્રેન્ટ ક્રુડ 69.15 ટકા નોંધાયું છે જે ડિસેમ્બર 2021ની સૌથી નીચી સપાટીએ પહોંચી ગઇ છે અને હજુ પણ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ તેલના ભાવમાં વધુ ઘટાડાની શકયતા જોવાઇ રહી છે.

રોઇટરના રીપોર્ટ મુજબ ઓપેક દેશો કે જે ક્રુડ ઉત્પાદનમાં સૌથી ટોચનું સ્થાન ધરાવે છે તેના દ્વારા હવે 2025માં પણ ક્રુડ તેલની માંગ ઘટશે તેમ માનવામાં આવે છે. ક્રુડ તેલ ફયુચરના ભાવ પણ  3.69 ટકા ઘટયા છે અને ઓપેકના જણાવ્યા મુજબ 2024માં ક્રુડ તેલની માંગ 2.11 મીલીયન બેરલ વધવાની જે ધારણા હતી તે હવે 2.03 મીલીયન બેરલ રહેશે.

2025માં તે 1.74 મીલીયન બેરલ પ્રતિ દિવસ રહેવાની ધારણા છે. આમ વૈશ્વિક માંગ ઘટવાની શકયતા પણ નકારાતી નથી. બીજી તરફ ક્રુડ તેલના ભાવ ઘટતા ભારતમાં હવે પેટ્રોલ- ડિઝલ કયારે સસ્તુ થશે તેના પર સૌની નજર છે. સપ્ટેમ્બર માસમાં ઓઇલ માર્કેટ કંપનીઓએ 75 ડોલર પ્રતિ બેરલના ભાવ સપાટીને કેન્દ્રમાં રાખી હતી.

જે હવે 70 ડોલરથી પણ નીચે વઇ ગઇ છે અને તેથી પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડવા માટે એક માર્ગ બને છે પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ હજુ ઓઇલ કંપનીઓ થોડા સપ્તાહ સુધી બ્રેન્ટ ક્રુડની ભાવ સપાટી પર નજર રાખી બાદમાં નિર્ણય લેશે.

એક સમયે 90 ડોલર સુધી ક્રુડ તેલ પહોંચી ગયું હતું અને તે હવે 70 ડોલર પહોંચ્યું છે પરંતુ અચાનક જ જો યુધ્ધ મોરચે સહિતના સાચા સમાચાર મળે તો તેમાં ભાવમાં ફરી ઉછાળો આવી શકે છે. જોકે ઘટેલા ભાવના કારણે ઓપેક દેશો ઉત્પાદનમાં કોઇ ઘટાડા અંગે હાલ નિર્ણય લેશે નહીં.

ક્રુડ તેલ 80 ડોલરથી નીચે જાય તો પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડા માટે કારણ બની રહેશે અને હાલ જે રીતે ભાવ નીચા છે તે બાદ  સરકાર ઓઇલ માર્કેટીંગ કંપનીઓને ભાવ ઘટાડવાનું થશે આશ્ચર્ય થશે નહીં ચાલુ વર્ષે માર્ચ માસમાં લોકસભા ચૂંટણી પૂર્વે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડિઝલની એકસાઇઝ રૂા. બે ઘટાડી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button