એરટેલ, જીયો, Vi અને BSNLના રિચાર્જ ફરી મોંઘા થશે ,
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટેલિકોમ્યુનિકેશન વિભાગને સ્પામ કોલ્સ અને મેસેજ રોકવામાં નિષ્ફળતા બદલ દંડ વસૂલવા કહ્યું છે. આ દંડ વસૂલવા માટે, ટેલિકોમ કંપનીઓની બેંક ગેરંટી જપ્ત કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ટેલિકોમ્યુનિકેશન વિભાગને સ્પામ કોલ્સ અને મેસેજ રોકવામાં નિષ્ફળતા બદલ દંડ વસૂલવા કહ્યું છે. આ દંડ વસૂલવા માટે, ટેલિકોમ કંપનીઓની બેંક ગેરંટી જપ્ત કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.
જો કોઈ ટેલિકોમ કંપની નિયમોનું પાલન ન કરે તો તેનું લાઇસન્સ રદ કરવાનો અધિકાર ટ્રાઈ પાસે છે. જોકે લાયસન્સ કેન્સલ કરવાને બદલે દંડ વસૂલવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
આ મામલે ટેલિકોમ કંપનીઓ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જો કે, એ પણ સાચું છે કે દંડની રકમ માત્ર અંતિમ ઉપભોક્તા મોબાઇલ વપરાશકર્તાઓ પાસેથી જ લેવામાં આવે છે. તાજેતરમાં, જીયો, એરટેલ અને VI જેવી ટેલિકોમ કંપનીઓએ મોબાઈલ રિચાર્જ પ્લાન મોંઘા કર્યા હતાં.
જો સરકાર ટેલિકોમ કંપનીઓ પાસેથી બળજબરીથી દંડ વસૂલ કરે છે, તો ટેલિકોમ કંપનીઓ મોબાઇલ રિચાર્જ પ્લાન મોંઘા કરીને દંડ વસૂલ કરશે. આ દંડ મોબાઈલ યુઝર્સ પર સીધો લગાવવામાં આવશે નહીં, પરંતુ આજ સુધીના ઈતિહાસનું સત્ય એ છે કે જ્યારે પણ ટેલિકોમ કંપનીઓને નુકસાન થાય છે ત્યારે મોબાઈલ રિચાર્જની કિંમતમાં વધારો કરવામાં આવે છે.
ટેલિકોમ કંપનીઓ દ્વારા મોબાઈલ રિચાર્જ પ્લાનને મોંઘા કરી દેવામાં આવે છે ત્યારે સરકાર આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરે છે. જિયો અને એરટેલ દ્વારા 3 જુલાઈના રોજ ટેરિફ પ્લાનમાં વધારો કરવામાં આવ્યો હતો.
જ્યારે એક દિવસ પછી 4 જુલાઈએ વોડાફોન-આઈડિયાએ તેના રિચાર્જ પ્લાનને મોંઘા કર્યા હતાં. સોશિયલ મીડિયા દ્વારા જ્યારે આ મામલો સરકાર સુધી પહોંચ્યો ત્યારે સરકારે આ મામલે હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.