( યુપી ) લખનૌની એનઆઇએ કોર્ટે બુધવારે યુપીમાં ગેરકાયદે ધર્માંતરણ કેસમાં 12 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી
હિંદુમાંથી મુસ્લિમ બનેલાં ઉમરે 1000 લોકોનું ધર્માંતરણ કર્યું હતું ,

લખનૌની એનઆઇએ કોર્ટે બુધવારે યુપીમાં ગેરકાયદે ધર્માંતરણ કેસમાં 12 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી અને 4 ગુનેગારોને 10-10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે ચુકાદો સંભળાવ્યો ત્યારે તમામ આરોપીઓ કોર્ટમાં હાજર હતાં. ગેરકાયદે ધર્માંતરણ કેસમાં આ પહેલો કેસ છે, જેમાં એક સાથે 16 લોકોને સજા કરવામાં આવી છે.
મંગળવારે એન.આઇ.એ એટીએસ કોર્ટનાં સ્પેશિયલ જજ વિવેકાનંદ શરણ ત્રિપાઠીએ તમામને દોષિત જાહેર કર્યા હતાં. કોર્ટે 10 સપ્ટેમ્બરે સુનાવણી બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. એટીએસએ જણાવ્યું હતું કે આ લોકો નોકરી સહિત વિવિધ પ્રકારની લાલચ આપી ધર્માંતરણ કરાવતાં હતાં. ફતેહપુરનો મોહમ્મદ ઉમર ગૌતમ ગેંગનો લીડર છે, તે પોતે હિન્દુમાંથી મુસલમાન બન્યો હતો. પછી તેને લગભગ એક હજાર લોકોનું ગેરકાયદેસર રીતે ધર્માંતરણ કર્યું હતું.
બચાવ પક્ષનાં વકીલે કહ્યું કે કોર્ટે 12 લોકોને આજીવન કેદની સજા ફટકારી છે. જેમાં 17 આરોપીઓ હતાં, જેમાંથી 16 ને દોષિત ઠેરવવામાં આવ્યાં હતાં. એક આરોપી ઈદ્રીશ કુરેશીને હાઈકોર્ટમાંથી સ્ટે મળ્યો હતો.
કોર્ટે મોહમ્મદ ઓમર ગૌતમ, સલાઉદ્દીન ઝૈનુદ્દીન શેખ, મુફ્તી કાઝી જહાંગીર કાસમી, ઈરફાન શેખ ઉર્ફે ઈરફાન ખાન, ભૂપિયાબંધો માનકર ઉર્ફે અરસલાન મુસ્તફા, પ્રસાદ રામેશ્વર કંવરે, કૌશર આલમ, ડો. ફરાઝ શાહ, મૌલાના કલીમ સિદ્દીકી, ધીરજ અલી જાફરી, સરફરાઝ જાફરીની ધરપકડ કરી હતી. અબ્દુલ્લા ઉમરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.