રશિયાની મુલાકાતે ગયેલા અજીત ડોભલ સમક્ષ રાષ્ટ્રપતિ પુતિને કહ્યું મોદી મારા શ્રેષ્ઠ મિત્ર છે , રાષ્ટ્રપતિ પુતિને કહ્યું અમે દ્વિપક્ષી મંત્રણા માટે પણ મળશુ ,
હાલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભલ રશિયામાં છે અને તેઓએ પુતિન સાથે મુલાકાત કરી હતી તે સમયે પુતિને કહ્યું કે મોદી મારા શ્રેષ્ઠ મિત્ર છે અને બ્રિકસ દેશોની શીખર પરિષદ દરમ્યાન પણ અમે દ્વિપક્ષી મુદ્દે વાતચીત માટે તૈયાર છીએ.

ભારત અને રશિયા વચ્ચે સતત ગાઢ બનતા જતા સંબંધો અને યુક્રેન રશિયા વચ્ચે યુધ્ધ વિરામ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો વચ્ચે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન બ્રીકસ દેશોની શીખર પરિષદ દરમ્યાન વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષી મંત્રણાની ઓફર કરી છે. હાલ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભલ રશિયામાં છે અને તેઓએ પુતિન સાથે મુલાકાત કરી હતી તે સમયે પુતિને કહ્યું કે મોદી મારા શ્રેષ્ઠ મિત્ર છે અને બ્રિકસ દેશોની શીખર પરિષદ દરમ્યાન પણ અમે દ્વિપક્ષી મુદ્દે વાતચીત માટે તૈયાર છીએ.
આ પરિષદ ઓકટોબર માસમાં યોજાવાની છે અને તેમાં ચીનના રાષ્ટ્રપતિ જિનપીંગ પણ સામેલ થાય તેવી શકયતા છે. હાલમાં જ વડાપ્રધાને રશિયા અને બાદમાં યુક્રેનની મુલાકાત લીધી હતી.
બંને દેશો વચ્ચે યુધ્ધ વિરામમાં રશિયા અને યુક્રેને મોદીની ભૂમિકા સ્વીકારી છે. તે સમયે પુતિનનું નિવેદન મહત્વનું છે અને આગામી દિવસોમાં વડાપ્રધાનની મુલાકાત પૂર્વે જ યુધ્ધ વિરામના પ્રયાસો વધુ વેગવાન બને તેવા સંકેત છે.