જાણવા જેવું

રેલવે ભરતી બોર્ડ એ તાજેતરમાં બમ્પર ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી ઝુંબેશનો હેતુ સ્નાતક અને અંડરગ્રેજ્યુએટ બંને પોસ્ટ માટે આશરે 11,558 ખાલી જગ્યાઓ માં બમ્પર ભરતી ,

RRB NTPC એ કુલ 11,558 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. જેમાં સ્નાતક પદ માટે 8,113 જગ્યાઓ અને અંડરગ્રેજ્યુએટ પોસ્ટ માટે 3,445 જગ્યાઓ ભરવામાં આવશે.

રેલવે ભરતી બોર્ડ  એ તાજેતરમાં બમ્પર ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી ઝુંબેશનો હેતુ સ્નાતક અને અંડરગ્રેજ્યુએટ બંને પોસ્ટ માટે આશરે 11,558 ખાલી જગ્યાઓ ભરવાનો છે. RRB આવતીકાલથી એટલે કે 14મી સપ્ટેમ્બરથી નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) ની ભરતી માટે અરજીઓ શરૂ કરશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ ભરતી માટે RRB NTPC ની સત્તાવાર વેબસાઇટ rrbapply.gov.in પરથી અરજી કરી શકે છે.

RRB NTPC 2024 ભરતી અંડરગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટે કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ અને ટ્રેન ક્લાર્કની જગ્યાઓ માટે છે. જ્યારે ગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટે, આ ભરતીઓ ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઈઝર, સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેન મેનેજર, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ અને સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટની જગ્યાઓ પર કરવામાં આવશે , આ પોસ્ટ્સ માટે, ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ અને અંડરગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટે ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પૂર્ણ કર્યું હોવું જોઈએ.

RRB NTPC નોટિફિકેશન મુજબ, ઉમેદવારો સ્નાતક સ્તરની પોસ્ટ માટે 14 સપ્ટેમ્બરથી 13 ઓક્ટોબર સુધી અને અંડરગ્રેજ્યુએટ સ્તરની પોસ્ટ માટે 21 સપ્ટેમ્બરથી 20 ઑક્ટોબર સુધી અરજી કરી શકે છે.

ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની એક મોટી તક આવી છે. રેલવે રિક્રુટમેન્ટ સેલ, ઈસ્ટર્ન રેલવેએ ઘણી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. જે ઉમેદવારો જરૂરી લાયકાત ધરાવતા હોય અને આ જગ્યાઓ માટે અરજી કરવાની ઈચ્છા ધરાવતા હોય તેઓ એપ્લિકશન લિંક એક્ટિવ થયા પછી ફોર્મ ભરી શકે છે. આ ભરતી અભિયાન મારફતે કુલ 3115 એપ્રેન્ટિસ પોસ્ટ્સ પર લાયક ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. આ પોસ્ટ્સ માટેની સત્તાવાર નોટિફિકેશન 9 સપ્ટેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું.

RRC ER એપ્રેન્ટિસની જગ્યાઓ માટેની અરજીઓ હજુ શરૂ થઈ નથી. અરજી કરવાની લિંક 24મી સપ્ટેમ્બર 2024ના રોજ ઓપન થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 23મી ઓક્ટોબર 2024 છે. આ સમયમર્યાદામાં નિયત ફોર્મેટમાં ફોર્મ ભરો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button