દેશ-દુનિયા

મોદીની મુલાકાત પૂર્વે જ ન્યુયોર્કમાં અક્ષર પુરૂષોતમ સ્વામીનારાયણ મંદિર પર હુમલો તોડફોડ ,

મેલવીલે સ્થિત મંદિરમાં અજાણ્યા શખ્સોનું કૃત્ય ભારતીય દુતાવાસે ઘટનાને વખોડી : કેનેડા બાદ અમેરિકામાં ભારત વિરોધી લાગણી ભડકાવવાનું ખાલીસ્તાની નેતા પન્નુના પ્રયાસ બાદ થયેલો હુમલો સૂચક

કેનેડામાં હિન્દુ ધર્મના મંદિરો પર હુમલાનો સીલસીલો થંભી ગયો છે તે સમયે હવે ન્યુયોર્કમાં બીએપીએસ સ્વામીનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને અણછાજતું લખાણ લખાયું હતું.

ન્યુયોર્કમાં મેલવીલેમાં હિન્દુ મંદિર અને હિન્દુ સંસ્થાઓને હાલમાં જ ધમકીઓ મળી હતી અને તે બાદ આ સપ્તાહના અંતમાં નાઉસ કાઉન્ટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ભારતીય સમુદાય સાથેના કાર્યક્રમનું આયોજન છે તે પૂર્વે અહીં મેલવીલેમાં સ્વામીનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના બની છે.

તે અંગે હવે ન્યુયોર્ક પોલીસે તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી તા. 22ના રોજ તેમની અમેરિકા મુલાકાત દરમ્યાન ન્યુયોર્કમાં જે સ્થળે કાર્યક્રમમાં હાજરી આપવાના છે તેનાથી ફકત 28 કિ.મી. દુર જ આવેલા મેલવીલે કે જે સુફોલ કાઉન્ટીમાં આ મંદિર આવેલું છે ત્યાં આ હુમલો થયો છે.

અહીં વડાપ્રધાનનાના કાર્યક્રમમાં હજારો ભારતીયો ઉમટવાના છે અને તે પૂર્વે જ આ હુમલો થયો છે. ભારતીય દુતાવાસે આકરા શબ્દોમાં કહ્યું છે કે આ પ્રકારના હુમલા સ્વીકાર્ય બનશે નહીં. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન એ પણ આ મુદ્દે અમેરિકાના ન્યાયિક વિભાગને એક પત્ર પાઠવીને આ પ્રકારના હુમલા સામે આકરી કાર્યવાહીની માંગણી કરી છે.

કેનેડામાં ભારતીય મંદિરો પર હુમલા બાદ ભારતે આ દેશ સાથે આકરૂ વલણ લીધુ હતું અને તેમાં છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના હુમલા બંધ થઇ ગયા છે પરંતુ અચાનક જ ન્યુયોર્કમાં થયેલો હુમલોએ ભારતીય સમુદાય એ આકરા શબ્દોમાં વખોળ્યો છે.

હાલમાં જ શીખ ફોર જસ્ટીસના વડા અને ખાલીસ્તાની નેતા ગુરૂપતવંત પન્નુએ હાલમાં જ એક વિડીયો પોસ્ટ કર્યો હતો અને તેમાં હિન્દુ અને ભારતીય સંસ્થાઓને ધમકી આપવામાં આવી હતી અને તે પછી આ હુમલો સૂચક છે. જુલાઇ માસમાં કેનેડામાં અક્ષર પુરૂષોતમ સંસ્થાના સ્વામીનારાયણ મંદિર પર હુમલો કરાયો હતો અને કેનેડામાં અવારનવાર હિન્દુઓ વિરૂધ્ધ ઉચ્ચારણો થઇ રહ્યા છે.

તે સમયે ન્યુયોર્કમાં થયેલા હુમલા ભારતીય દુતાવાસે તેને આકરા શબ્દોમાં વખોડીને કાનુન પાલન એજન્સી સાથે રહીને આ મંદિર પરના હુમલાખોરને ઝડપી લેવા માટે ખાસ તાકીદ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં જે રીતે પ્રમુખ પદની ચૂંટણી યોજાઇ રહી છે અને તેમાં ભારતીય મુળના કમલા હારિસ ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર છે તે સમયે અહીં હિન્દુ વિરોધી ઘટનાએ સ્થાનિક લોકોમાં પણ આક્રોશ સર્જયો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button