કેજરીવાલની રાજીનામાની જાહેરાત પર અન્ના હજારે બોલ્યા-મેંં ના પાડી હતી કે રાજકારણમાં ન જવું ,
અન્ના હજારેએ કહ્યું, "હું કેજરીવાલને પહેલેથી જ કહી રહ્યો હતો કે રાજકારણમાં ન જાઓ. સમાજની સેવા કરો, ખૂબ મોટા માણસ બનશો. ઘણા વર્ષો સુધી અમે લોકો સાથે હતા.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સીએમ પદેથી રાજીનામાની જાહેરાત બાદ દિલ્હીમાં રાજકીય ભૂકંપ આવી ગયો છે. હવે સીએમ કેજરીવાલના આ નિર્ણય અંગે સમાજસેવક અન્ના હજારેની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે મેં અરવિંદ કેજરીવાલને રાજકારણમાં આવવાની ના પાડી હતી.
અન્ના હજારેએ કહ્યું, “હું કેજરીવાલને પહેલેથી જ કહી રહ્યો હતો કે રાજકારણમાં ન જાઓ. સમાજની સેવા કરો, ખૂબ મોટા માણસ બનશો. ઘણા વર્ષો સુધી અમે લોકો સાથે હતા.
તે સમયે મેં વારંવાર કહ્યું કે રાજકારણમાં ન જવું. સમાજસેવા આનંદ આપે છે. આનંદ વધારો, પરંતુ તેમના દિલમાં વાત ન રહી અને આજે જે થવાનું હતું તે થઈ ગયું. તેમના દિલમાં શું છે હું શું જાણું.”
જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે તેઓ બે દિવસ પછી પોતાના પદેથી રાજીનામું આપશે અને દિલ્હીમાં વહેલી ચૂંટણી કરાવવાની માંગ કરશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી લોકો તેમને પ્રામાણિકતાનું પ્રમાણપત્ર નહીં આપે, ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસે.