શેરબજારમાં નવું કૌભાંડ એક જ દિવસમાં શેરમાં 13 લાખ ટકાનો વધારો દર્શાવતા ‘સ્ક્રીન શોટ’ વાયરલ ,
સોશ્યલ મીડિયામાં વાયરલ એક સ્ક્રીનશોટ ફિલાટેક્સ ફેશન કંપનીનો છે. આ શેરની કિંમત આજે એક જ દિવસમાં 16122.71 રૂપિયા વધીને 16123.88 દર્શાવવામાં આવી છે. 1378009 ટકાનો વધારો થવા જાય છે.
શેરબજારમાં જોરદાર તેજીમાં છે અનેક શેરો એવા છે જેના ભાવ થોડા વર્ષોમાં જ 100 કે 500 ગણા પણ વધી ગયા હોય અને આવા શેરો પ્રત્યે ઇન્વેસ્ટરોમાં પણ ઉત્કંઠા છે તેવા સમયે આજે એક જ દિવસમાં કંપનીના શેર એક લાખ ગણા કે વધુ વધી ગયા હોવાના સ્કીન શોટ્સ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. ઇન્વેસ્ટરોને લલચાવવા માટેનું કૌભાંડ છે કે સ્ક્રીનશોટ જ બનાવટી છે તે વિશે અટકળો વ્યકત થવા લાગી છે.
સોશ્યલ મીડિયામાં વાયરલ એક સ્ક્રીનશોટ ફિલાટેક્સ ફેશન કંપનીનો છે. આ શેરની કિંમત આજે એક જ દિવસમાં 16122.71 રૂપિયા વધીને 16123.88 દર્શાવવામાં આવી છે. 1378009 ટકાનો વધારો થવા જાય છે. ખુદ શેરબ્રોકરો પણ મોઢામાં આંગળા નાખી ગયા હતા. શેરબજારની સત્તાવાર સ્ક્રીન પર ચેક કરાતા આ ભાવ માત્ર 1.19 રૂપિયા હોવાનું માલુમ પડ્યું હતું.
આ સિવાય શ્રેણીક નામક કંપનીના શેરનો ભાવ 15.67 દર્શાવાયો છે. એક તબકકે 3000થી વધુનો ભાવ દેખાડાયો હતો. જે દિવસમાં 1700 ટકાથી વધુનો વધારો ગળે ન ઉતરે તે સ્વાભાવિક છે. સત્તાવાર સ્ક્રીનમાં ચકાસણી કરાતા તે માત્ર 85 પૈસા ચાલતો હોવાનું માલુમ પડ્યું હતું.
શેરબજારની પ્રવર્તમાન તેજીમાં ઇન્વેસ્ટરો આંધળુકીયા કરી રહ્યાનું કહેવાય જ છે. આવા બનાવટી સ્ક્રીનશોટ્સ મારફત ઇન્વેસ્ટરોને તેમાં રોકાણ કરવા લલચાવવાનું કાવતરુ છે કે કેમ તે વિશે અટકળો થઇ રહી છે.



