સુરતનાં ડિંડોલી વિસ્તારમાં વકીલને લાત મારવાનાં કેસમાં હાઈકોર્ટે પીઆઈને દંડ ફટકારતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો
સીસીટીવીમાં પીઆઈની દાદાગીરીનાં દ્રશ્યો કેદ થયા હતા. તેમજ વકીલ હિરેન નાઈએ પીઆઈ સહિત અન્ય એક પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાવી હતી. નાઈટ પેટ્રોલિંગમાં નીકળેલા પીઆઈ એ પીસીઆર વાનમાંથી ઉતરીને વકીલને લાત મારી હતી.
સુરતનાં ડિંડોલીમાં વકીલને માર મારવાનાં કેસમાં હાઈકોર્ટે કાર્યવાહી હાથ ધરી છે. હાઈકોર્ટે પીઆઈ એચ.જે.સોલંકીને 3 લાખનો દંડ ફટકાર્યો છે. વકીલ હિરેન નાઈને પીઆઈ એચ.જે.સોલંકીએ લાત મારી હતી. આ ઘટનાં ત્યારે બની હતી જ્યારે વકીલ હિરેન નાઈ ઓફીસથી ઘરે જઈ રહ્યા હતા. તે સમયે માથાકૂટ થઈ હતી. સીસીટીવીમાં પીઆઈની દાદાગીરીનાં દ્રશ્યો કેદ થયા હતા. તેમજ વકીલ હિરેન નાઈએ પીઆઈ સહિત અન્ય એક પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાવી હતી. નાઈટ પેટ્રોલિંગમાં નીકળેલા પીઆઈ એ પીસીઆર વાનમાંથી ઉતરીને વકીલને લાત મારી હતી.
સુરતનાં ડીંડોલીમાં વકીલ હિરેન નાઈએ પીઆઈ એચ.જે. સોલંકીએ લાત મારી હોવાનો આક્ષેપ કર્યો હતો. એક પીઆઈએ વકીલને લાત મારતા સમગ્ર મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો. કોર્ટે પીઆઈને 3 લાખનો દંડ ફટકાર્યો છે. તેમજ ફરી આવી બીજી ઘટના ન બને તે માટે કોર્ટે ઉદાહરણ બેસાડ્યું છે.
સુરતનાં ડિંડોલી પોલીસ મથકનાં પીઆઈ એચ.જે.સોલંકીની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં પોલીસે કારમાં બેસેલા યુવકને લાત મારી ભગાડ્યા હતા. સુરતનાં ડિંડોલી પોલીસ સ્ટેશનનાં પીઆઈ એચ.જે.સોલંકીનો વકીલ સાથે દાદાગીરી કરતો વીડિયો વાયરલ થયો હતો. પીઆઈ દ્વારા રોડની બાજુમાં કાર પાર્ક કરીને બેઠેલા યુવકને લાત મારી હતી. પીઆઈની દાદાગીરીની સમગ્ર ઘટનાં સીસીટીવીમાં કેદ થઈ હતી. વર્દીનાં નશામાં કાયદાને હાથમાં લેતા પોલીસકર્મીની કરતૂત સામે આવી હતી.



