મુંબઈના ધારાવીમાં એક 60 વર્ષના વૃદ્ધે ઘરમાં ઘુસીને સગીરા પર રેપ કર્યો હતો ,
આરોપીએ સગીરાને છરી દેખાડીને ડરાવાનો પ્રયાસ કર્યો હતો અને તેને એસિડ હુમલાની ધમકી આપી હતી. છરીના કારણે પીડિતને સામાન્ય ઈજાઓ થઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

મુંબઈના ધારાવીમાં સગીરા પર રેપનો બનાવ સામે આવ્યો છે. દુષ્કર્મીની ઓળખ 60 વર્ષના જાફર હનીફ ખાને તરીકે થઈ છે. મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ છોકરીને તેના ઘરે એકલી જોઈ હતી અને માસ્ક વડે ચહેરો છુપાવીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને અંદર એકલી રહેલી સગીરાની પીંખી નાખી હતી, નરાધમ છટકી જાત પરંતુ એક ભૂલ કરી બેઠો, જોકે રેપ કર્યાં બાદ આરોપીનો માસ્ક ઉતરી ગયો હતો અને સગીરાએ તેનો અવાજ ઓળખી કાઢ્યો હતો અને તેણે ચીસો પાડવાનું શરુ કર્યું હતું.
ચીસો સાંભળીને આરોપીએ સગીરાને છરી દેખાડીને ડરાવાનો પ્રયાસ કર્યો હતો અને તેને એસિડ હુમલાની ધમકી આપી હતી. છરીના કારણે પીડિતને સામાન્ય ઈજાઓ થઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
9 સપ્ટેમ્બરના રોજ ઘરેલુ કામ કરનાર મહિલાએ મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા એવો આરોપ મૂક્યો હતો કે તેની પર એક શખ્સે રેપ કર્યો હતો. પીડિતાએ અગાઉ ત્રણ વર્ષ સાંતાક્રુઝમાં કામ કર્યું હતું પરંતુ તેણે પોતાના ઘરની નજીક જ નોકરી શોધવાનું નક્કી કર્યું. એક સંબંધીએ તેનો પરિચય આરોપીની 45 વર્ષની પુત્રી સાથે કરાવ્યો અને તે પરિવાર માટે કામ કરવા લાગી. પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, “વૃદ્ધ વ્યક્તિ ડાઇનિંગ ટેબલ પર બેઠો હતો. હું કંઈક સાફ કરવા માટે કપડું લેવા રસોડામાં ગઈ હતી. પછી તેણે આવીને મને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો અને મને પાછળથી પકડી લીધો.” તેણીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે આરોપી તેણીની પાછળ હોલમાં ગયો, તેણીને ફરીથી પકડી લીધી અને ચુંબન કર્યું. પીડિતાએ પોલીસને જણાવ્યું કે ઘટના બાદ તેણે આરોપીની પત્નીને જાણ કરી, જે તે સમયે બાથરૂમમાં હતી. પીડિતાએ ઉમેર્યું હતું કે પત્નીએ તેના પતિને ઠપકો આપ્યો હતો અને નોકરાણીની માફી માંગી હતી.